पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद - राबीला उमरी

رقم الصفحة:close

external-link copy
62 : 38

وَقَالُوْا مَا لَنَا لَا نَرٰی رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِ ۟ؕ

૬૨. અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા. info
التفاسير:

external-link copy
63 : 38

اَتَّخَذْنٰهُمْ سِخْرِیًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ ۟

૬૩. શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે? info
التفاسير:

external-link copy
64 : 38

اِنَّ ذٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ اَهْلِ النَّارِ ۟۠

૬૪. આ વાત સાચી છે કે જહન્નમી લોકો અંદરો-અંદર આવી રીતે ઝઘડતા હશે. info
التفاسير:

external-link copy
65 : 38

قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ۖۗ— وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ۚ

૬૫. (હે પયગંબર) કહી દો! કે, હું તો ફક્ત ડરાવનાર છું, અલ્લાહ સિવાય તમારો કોઈ ઇલાહ નથી. info
التفاسير:

external-link copy
66 : 38

رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الْعَزِیْزُ الْغَفَّارُ ۟

૬૬. જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
67 : 38

قُلْ هُوَ نَبَؤٌا عَظِیْمٌ ۟ۙ

૬૭. તમે તેમને કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે, info
التفاسير:

external-link copy
68 : 38

اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ ۟

૬૮. જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો, info
التفاسير:

external-link copy
69 : 38

مَا كَانَ لِیَ مِنْ عِلْمٍ بِالْمَلَاِ الْاَعْلٰۤی اِذْ یَخْتَصِمُوْنَ ۟

૬૯. મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા. info
التفاسير:

external-link copy
70 : 38

اِنْ یُّوْحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ ۟

૭૦. મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે ડરાવનાર છું. info
التفاسير:

external-link copy
71 : 38

اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ طِیْنٍ ۟

૭૧. જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું, info
التفاسير:

external-link copy
72 : 38

فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟

૭૨. તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની (પેદા કરેલી) રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો, info
التفاسير:

external-link copy
73 : 38

فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ

૭૩. તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો, info
التفاسير:

external-link copy
74 : 38

اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟

૭૪. પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે કાફિરો માંથી બની ગયો. info
التفاسير:

external-link copy
75 : 38

قَالَ یٰۤاِبْلِیْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِیَدَیَّ ؕ— اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِیْنَ ۟

૭૫. (અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે? info
التفاسير:

external-link copy
76 : 38

قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ؕ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟

૭૬. તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે, info
التفاسير:

external-link copy
77 : 38

قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙۖ

૭૭. આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે, info
التفاسير:

external-link copy
78 : 38

وَّاِنَّ عَلَیْكَ لَعْنَتِیْۤ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟

૭૮. અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે. info
التفاسير:

external-link copy
79 : 38

قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟

૭૯. કહેવા લાગ્યો કે મારા પાલનહાર! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ. info
التفاسير:

external-link copy
80 : 38

قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ

૮૦. (અલ્લાહ તઆલાએ) કહ્યું, સારુ તને મહેતલ આપવામાં આવે છે. info
التفاسير:

external-link copy
81 : 38

اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟

૮૧. નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી, info
التفاسير:

external-link copy
82 : 38

قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ

૮૨. કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ! નિ:શંક હું તે સૌને ગુમરાહ કરીશ. info
التفاسير:

external-link copy
83 : 38

اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟

૮૩. તારા તે બંદાઓ સિવાય, જેમને તે વિશિષ્ટ કરી લીધા. info
التفاسير: