पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद - राबीला उमरी

ફાતિર

external-link copy
1 : 35

اَلْحَمْدُ لِلّٰهِ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ جَاعِلِ الْمَلٰٓىِٕكَةِ رُسُلًا اُولِیْۤ اَجْنِحَةٍ مَّثْنٰی وَثُلٰثَ وَرُبٰعَ ؕ— یَزِیْدُ فِی الْخَلْقِ مَا یَشَآءُ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૧. દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, જે ફરિશ્તાઓને સંદેશાવાહક બનાવનાર છે, જેમના બે-બે ત્રણ-ત્રણ અને ચાર ચાર પાંખો છે, તે પોતાના સર્જનમાં જેવી રીતે ઇચ્છે વધારો કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
2 : 35

مَا یَفْتَحِ اللّٰهُ لِلنَّاسِ مِنْ رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۚ— وَمَا یُمْسِكْ ۙ— فَلَا مُرْسِلَ لَهٗ مِنْ بَعْدِهٖ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૨. અલ્લાહ જો લોકો માટે પોતાના રહમતના (દરવાજા) ખોલી નાખે, તો તેને કોઈ બંધ કરી શકતું નથી, અને જેને તે બંધ કરી દે, તો પછી તેને કોઈ ખોલી શકતું નથી, અને તે દરેક પર પ્રભુત્વ ધરાવે છે અને તે હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
3 : 35

یٰۤاَیُّهَا النَّاسُ اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ ؕ— هَلْ مِنْ خَالِقٍ غَیْرُ اللّٰهِ یَرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟

૩. લોકો! તમારા પર કરવામાં આવેલ ઉપકારને યાદ રાખો, શું અલ્લાહ સિવાય કોઈ સર્જક છે,જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપે? (યાદ રાખો) તેના સિવાય કોઈ ઇલાહ નથી, તમે ક્યાં ઊંધા જઇ રહ્યા છો. info
التفاسير: