पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद - राबीला उमरी

رقم الصفحة:close

external-link copy
79 : 12

قَالَ مَعَاذَ اللّٰهِ اَنْ نَّاْخُذَ اِلَّا مَنْ وَّجَدْنَا مَتَاعَنَا عِنْدَهٗۤ ۙ— اِنَّاۤ اِذًا لَّظٰلِمُوْنَ ۟۠

૭૯. યૂસુફે કહ્યું કે આ વાતથી અલ્લાહની પનાહ!, અમે જેની પાસે અમારી વસ્તું જોઇ છેઅમે તો તેની જ પકડ કરીશું, જો અમે (તમારા કહેવા પ્રમાણે કરીશું) તો તો અમે જાલિમ બની જઈશું. info
التفاسير:

external-link copy
80 : 12

فَلَمَّا اسْتَیْـَٔسُوْا مِنْهُ خَلَصُوْا نَجِیًّا ؕ— قَالَ كَبِیْرُهُمْ اَلَمْ تَعْلَمُوْۤا اَنَّ اَبَاكُمْ قَدْ اَخَذَ عَلَیْكُمْ مَّوْثِقًا مِّنَ اللّٰهِ وَمِنْ قَبْلُ مَا فَرَّطْتُّمْ فِیْ یُوْسُفَ ۚ— فَلَنْ اَبْرَحَ الْاَرْضَ حَتّٰی یَاْذَنَ لِیْۤ اَبِیْۤ اَوْ یَحْكُمَ اللّٰهُ لِیْ ۚ— وَهُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۟

૮૦. જ્યારે આ લોકો યૂસુફથી નિરાશ થઇ ગયા, તો એકાંતમાં બેસી સલાહ-સુચન કરવા લાગ્યા, સૌથી મોટા ભાઈએ કહ્યું કે તમને ખબર નથી કે તમારા પિતાએ તમારી પાસેથી અલ્લાહની કસમ લઇ મજબુત વચન લીધું છે અને આ પહેલા યૂસુફ વિશે તમે બેદરકારી કરી ચુકયા છો. બસ! હું તો અહીંયાથી નહીં જાઉં, જ્યાં સુધી કે પિતાજી પોતે મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ તઆલા મારી આ બાબતે ફેંસલો ન કરી દે, તે જ ઉત્તમ ફેંસલો કરનાર છે. info
التفاسير:

external-link copy
81 : 12

اِرْجِعُوْۤا اِلٰۤی اَبِیْكُمْ فَقُوْلُوْا یٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَ ۚ— وَمَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَیْبِ حٰفِظِیْنَ ۟

૮૧. તમે પિતા પાસે પાછા જાઓ અને કહો કે પિતાજી! તમારા દીકરાએ ચોરી કરી છે અને અમે તે જ ગવાહી આપી,જે અમે જાણીએ છીએ, અમે કંઈ પણ અદૃશ્યનું જ્ઞાન જાણતા ન હતા. info
التفاسير:

external-link copy
82 : 12

وَسْـَٔلِ الْقَرْیَةَ الَّتِیْ كُنَّا فِیْهَا وَالْعِیْرَ الَّتِیْۤ اَقْبَلْنَا فِیْهَا ؕ— وَاِنَّا لَصٰدِقُوْنَ ۟

૮૨. તમે આ શહેરના લોકોને પૂછી લો, જ્યાં અમે હતા અને તે કાફલાના લોકોને ને પણ પૂછી લો, જેની સાથે અમે આવ્યા છે અને ખરેખર અમે સાચા છે. info
التفاسير:

external-link copy
83 : 12

قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًا ؕ— فَصَبْرٌ جَمِیْلٌ ؕ— عَسَی اللّٰهُ اَنْ یَّاْتِیَنِیْ بِهِمْ جَمِیْعًا ؕ— اِنَّهٗ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟

૮૩. (યાકૂબ અ.સ.એ) કહ્યું વાત આમ નથી પરંતુ તમે પોતાના તરફથી વાત ઘડી કાઢી છે, બસ! હવે ધીરજ રાખવી જ ઉત્તમ છે, શક્ય છે કે અલ્લાહ તઆલા તે સૌને મારી પાસે જ પહોંચાડી દે, તે જ જ્ઞાની અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
84 : 12

وَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰۤاَسَفٰی عَلٰی یُوْسُفَ وَابْیَضَّتْ عَیْنٰهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِیْمٌ ۟

૮૪. પછી તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે હાય યૂસુફ! તેમની આંખો દુ:ખના કારણે અંધ થઇ ગઇ હતી અને તેમણે દુ:ખને છુપાવી રાખ્યું હતું. info
التفاسير:

external-link copy
85 : 12

قَالُوْا تَاللّٰهِ تَفْتَؤُا تَذْكُرُ یُوْسُفَ حَتّٰی تَكُوْنَ حَرَضًا اَوْ تَكُوْنَ مِنَ الْهٰلِكِیْنَ ۟

૮૫. આ સ્થિતિ જોઈ દીકરાઓએ કહ્યું કે અલ્લાહની કસમ! તમે હંમેશા યૂસુફને યાદ કરતા જ રહેશો, ત્યાં સુધી કે ઘરડા થઇ જાવ અથવા મૃત્યુ પામો. info
التفاسير:

external-link copy
86 : 12

قَالَ اِنَّمَاۤ اَشْكُوْا بَثِّیْ وَحُزْنِیْۤ اِلَی اللّٰهِ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

૮૬. યાકૂબે જવાબ આપ્યો કે હું તો મારી પરેશાની અને દુ:ખની ફરિયાદ (અલ્લાહ સિવાય) કોઈની પાસે નથી કરત, મને અલ્લાહ તરફથી તે વાતોની જાણ છે, જેને તમે નથી જાણતા. info
التفاسير: