വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഗുജറാതീ വിവർത്തനം - റാബേലാ ഉമരി

പേജ് നമ്പർ:close

external-link copy
28 : 6

بَلْ بَدَا لَهُمْ مَّا كَانُوْا یُخْفُوْنَ مِنْ قَبْلُ ؕ— وَلَوْ رُدُّوْا لَعَادُوْا لِمَا نُهُوْا عَنْهُ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

૨૮. (વાત આમ નથી) પરંતુ જે વસ્તુને આ પહેલાં છુપાવતાં હતા, તે તેઓની સામે આવી ગઈ, અને જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા અને ખરેખર આ લોકો જુઠ્ઠા છે. info
التفاسير:

external-link copy
29 : 6

وَقَالُوْۤا اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ ۟

૨૯. અને આ લોકો કહે છે કે ફકત આ દુનિયાનું જીવન જ અમારું જીવન છે અને અમે (બીજી વખત) જીવિત કરવામાં નહીં આવીએ. info
التفاسير:

external-link copy
30 : 6

وَلَوْ تَرٰۤی اِذْ وُقِفُوْا عَلٰی رَبِّهِمْ ؕ— قَالَ اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ— قَالُوْا بَلٰی وَرَبِّنَا ؕ— قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟۠

૩૦. અને કાશ જો તમે તે સમયે જોતા જ્યારે આ લોકોને પોતાના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે, અલ્લાહ કહેશે કે શું આ સાચું નથી? તે કહેશે અમારા પાલનહારની કસમ! કેમ નહીં, અલ્લાહ તઆલા કહેશે તો હવે પોતાના કૂફરના કારણે અઝાબનો (સ્વાદ) ચાખો. info
التفاسير:

external-link copy
31 : 6

قَدْ خَسِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِ ؕ— حَتّٰۤی اِذَا جَآءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوْا یٰحَسْرَتَنَا عَلٰی مَا فَرَّطْنَا فِیْهَا ۙ— وَهُمْ یَحْمِلُوْنَ اَوْزَارَهُمْ عَلٰی ظُهُوْرِهِمْ ؕ— اَلَا سَآءَ مَا یَزِرُوْنَ ۟

૩૧. અને જે લોકોએ અલ્લાહ સાથે મુલાકાત કરવાને જુઠલાવી, તેઓ નુકસાનમાં રહ્યા, અહીં સુધી કે કયામત અચાનક આવી જશે, તો કહેશે કે અફસોસ છે અમારી સુસ્તી પર, જે આ વિષે થઇ, અને સ્થિતિ એવી થશે કે તેઓ પોતાની પીઠ પર ભાર ઉઠાવેલ હશે, ખબરદાર! જે વસ્તુનો ભાર ઉઠાવ્યો હશે, તે કેટલો ખરાબ ભાર હશે? info
التفاسير:

external-link copy
32 : 6

وَمَا الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا لَعِبٌ وَّلَهْوٌ ؕ— وَلَلدَّارُ الْاٰخِرَةُ خَیْرٌ لِّلَّذِیْنَ یَتَّقُوْنَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

૩૨. અને દુનિયાનું જીવન તો ફક્ત ખેલ-તમાશા જ છે, અને અલ્લાહથી ડરવાવાળાઓ માટે આખિરતનું ઘર જ ઉત્તમ છે, શું તમે વિચારતા નથી? info
التفاسير:

external-link copy
33 : 6

قَدْ نَعْلَمُ اِنَّهٗ لَیَحْزُنُكَ الَّذِیْ یَقُوْلُوْنَ فَاِنَّهُمْ لَا یُكَذِّبُوْنَكَ وَلٰكِنَّ الظّٰلِمِیْنَ بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟

૩૩. (હે મુહમ્મદ) અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તે લોકોની વાતો નિરાશ કરે છે, આ લોકો તમને જુઠ્ઠા નથી કહેતા, પરંતુ આ અત્યાચારી લોકો તો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે. info
التفاسير:

external-link copy
34 : 6

وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ فَصَبَرُوْا عَلٰی مَا كُذِّبُوْا وَاُوْذُوْا حَتّٰۤی اَتٰىهُمْ نَصْرُنَا ۚ— وَلَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ ۚ— وَلَقَدْ جَآءَكَ مِنْ نَّبَاۡ الْمُرْسَلِیْنَ ۟

૩૪. અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, જે વાતોના કારણે તેમને જુઠલાવવામાં આવ્યા, તેઓએ તેના પર ધીરજ રાખી, અને તેઓને તકલીફો પણ આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે. info
التفاسير:

external-link copy
35 : 6

وَاِنْ كَانَ كَبُرَ عَلَیْكَ اِعْرَاضُهُمْ فَاِنِ اسْتَطَعْتَ اَنْ تَبْتَغِیَ نَفَقًا فِی الْاَرْضِ اَوْ سُلَّمًا فِی السَّمَآءِ فَتَاْتِیَهُمْ بِاٰیَةٍ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمْ عَلَی الْهُدٰی فَلَا تَكُوْنَنَّ مِنَ الْجٰهِلِیْنَ ۟

૩૫. અને જો (કાફિરો)ની અવગણના તમને તકલીફ પહોંચાડતી હોય, તો તમે ધરતીમાં કોઇ સુરંગ અથવા આકાશમાં કોઇ સીડી લગાવી, તેમની પાસે કોઈ મુઅજિઝો લાવી દો, જો તમે લાવી શકતા હોય, અને જો અલ્લાહ ઇચ્છતો, તો તે સૌને હિદાયત પર ભેગા કરી દેતો, (પરંતુ તેની આ ઈચ્છા નથી) તો તમે જાહિલ લોકો માંથી ન બની જશો. info
التفاسير: