ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಗುಜರಾತಿ ಅನುವಾದ - ರಾಬೀಲ ಉಮ್ರಿ

ಪುಟ ಸಂಖ್ಯೆ:close

external-link copy
23 : 3

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُدْعَوْنَ اِلٰی كِتٰبِ اللّٰهِ لِیَحْكُمَ بَیْنَهُمْ ثُمَّ یَتَوَلّٰی فَرِیْقٌ مِّنْهُمْ وَهُمْ مُّعْرِضُوْنَ ۟

૨૩. શું તમે તેઓની સ્થિતિ નથી જોઇ, જેઓને એક ભાગ કિતાબનો આપવામાં આવ્યો તેઓને પોતાના અંદર અંદરના પરિણામ માટે અલ્લાહ તઆલાની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, તો પણ તેઓનું એક જૂથ મોઢું ફેરવી પાછા ફરી જાય છે. info
التفاسير:

external-link copy
24 : 3

ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدٰتٍ ۪— وَّغَرَّهُمْ فِیْ دِیْنِهِمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟

૨૪. એટલા માટે કે તેઓ કહે છે, અમને તો ગણતરીના દિવસ જ આગમાં રહેવાનું છે, તેઓની ઘડી કાઢેલી વાતોએ તેઓને તેઓના દીન વિશે ધોકામાં રાખ્યા છે. info
التفاسير:

external-link copy
25 : 3

فَكَیْفَ اِذَا جَمَعْنٰهُمْ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ۫— وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

૨૫. બસ! ત્યારે તેમની શી દશા હશે, જ્યારે કે અમે તેમને તે દિવસે ભેગા કરીશું? જેના આવવામાં કોઇ શંકા નથી અને દરેક વ્યક્તિને પોતાનો પુરેપુરો બદલો આપવામાં આવશે અને તેઓ પર જુલ્મ કરવામાં નહી આવે. info
التفاسير:

external-link copy
26 : 3

قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِی الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُ ؗ— وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُ ؕ— بِیَدِكَ الْخَیْرُ ؕ— اِنَّكَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૨૬. તમે કહી દો કે હે અલ્લાહ! હે સમ્રગ સૃષ્ટિના સર્જનહાર! તું જેને ઇચ્છે સરદારી આપે અને જેની પાસેથી ઇચ્છે તેની પાસેથી સરદારી છીનવી લેં અને તું જેને ઇચ્છે ઇઝઝત આપે અને જેને ઇચ્છે અપમાનિત કરી દેં, તારા જ હાથમાં દરેક ભલાઇ છે, નિંશંક તું દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે. info
التفاسير:

external-link copy
27 : 3

تُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ؗ— وَتُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَتُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ ؗ— وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟

૨૭. તું જ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં લઇ જાય છે, તું જ નિર્જીવ માંથી સજીવનું સર્જન કરે છે અને તું જ સજીવ માંથી નિર્જીવનું સર્જન કરે છે, તું જ જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે. info
التفاسير:

external-link copy
28 : 3

لَا یَتَّخِذِ الْمُؤْمِنُوْنَ الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَلَیْسَ مِنَ اللّٰهِ فِیْ شَیْءٍ اِلَّاۤ اَنْ تَتَّقُوْا مِنْهُمْ تُقٰىةً ؕ— وَیُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟

૨૮. ઇમાનવાળાઓને ઇમાનવાળાઓને છોડીને કાફિરોને પોતાના મિત્ર ન બનાવે અને જે આવું કરશે તે અલ્લાહ તઆલાની દેખરેખ હેઠળ નહી રહે, પરંતુ એ કે તેઓના દુર્વ્યહારથી બચવા માટે (કોઈ યુક્તિ અપનાવી શકો છો). અને અલ્લાહ તઆલા પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે. info
التفاسير:

external-link copy
29 : 3

قُلْ اِنْ تُخْفُوْا مَا فِیْ صُدُوْرِكُمْ اَوْ تُبْدُوْهُ یَعْلَمْهُ اللّٰهُ ؕ— وَیَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૨૯. કહી દો કે ભલેને તમે પોતાના દિલોની વાતોને છૂપી રાખો અથવા તો જાહેર કરો અલ્લાહ તઆલા જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું જ તેને ખબર છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે. info
التفاسير: