ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
123 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِیْنَ یَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَلْیَجِدُوْا فِیْكُمْ غِلْظَةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟

૧૨૩. હે ઇમાનવાળાઓ! તે કાફિરો સાથે યુદ્વ કરો, જે તમારી આજુબાજુ છે અને તેમની સાથે સખતી કરવી જોઈએ, અને એવું સમજી લો કે અલ્લાહ તઆલા પરહેજગારોની સાથે છે. info
التفاسير:

external-link copy
124 : 9

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ اَیُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِیْمَانًا ۚ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِیْمَانًا وَّهُمْ یَسْتَبْشِرُوْنَ ۟

૧૨૪. અને જ્યારે કોઈ (નવી) સૂરહ ઉતારવામાં આવે છે તો કેટલાક મુનાફિક લોકો કહે છે કે આ સૂરહએ તમારા માંથી કોનું ઇમાન વધારે કર્યું, (તો તેનો જવાબ આ પ્રમાણે છે) જે લોકો ઇમાનવાળાઓ છે, આ સૂરહએ ખરેખર તેમના ઇમાનમાં વધારો કર્યો અને તેઓ (આ સૂરહ ઉતારવાના કારણે) ખુશ થતા હોય છે. info
التفاسير:

external-link copy
125 : 9

وَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا اِلٰی رِجْسِهِمْ وَمَاتُوْا وَهُمْ كٰفِرُوْنَ ۟

૧૨૫. અને જેમના હૃદયોમાં બિમારી છે, આ સૂરહએ તેમની પોતાની નાપાકીમાં વધારો કરી દીધો, અને તે મૃત્યુ સુધી કાફિર જ રહ્યા. info
التفاسير:

external-link copy
126 : 9

اَوَلَا یَرَوْنَ اَنَّهُمْ یُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَیْنِ ثُمَّ لَا یَتُوْبُوْنَ وَلَا هُمْ یَذَّكَّرُوْنَ ۟

૧૨૬. અને શું તે લોકો નથી જોઇ રહ્યા કે આ લોકો દર વર્ષે એક વખત અથવા બે વખત કોઈને કોઈ આપત્તિમાં ફસાઇ જાય છે, તો પણ તૌબા નથી કરતા અને ન શિખામણ પ્રાપ્ત કરે છે. info
التفاسير:

external-link copy
127 : 9

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ نَّظَرَ بَعْضُهُمْ اِلٰی بَعْضٍ ؕ— هَلْ یَرٰىكُمْ مِّنْ اَحَدٍ ثُمَّ انْصَرَفُوْا ؕ— صَرَفَ اللّٰهُ قُلُوْبَهُمْ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ ۟

૧૨૭. અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો આ મુનાફિકો આંખો વડે એકબીજાને ઈશારો કરી પૂછે છે, શું તમને કોઈ મુસલમાન તો નથી જોઈ રહ્યોને? પછી ત્યાંથી પાછા ફરી જાય છે, અલ્લાહએ તેમના હૃદયોને (સત્ય માર્ગથી) ફેરવી નાખ્યા છે, એટલા માટે તેઓ અણસમજુ લોકો છે. info
التفاسير:

external-link copy
128 : 9

لَقَدْ جَآءَكُمْ رَسُوْلٌ مِّنْ اَنْفُسِكُمْ عَزِیْزٌ عَلَیْهِ مَا عَنِتُّمْ حَرِیْصٌ عَلَیْكُمْ بِالْمُؤْمِنِیْنَ رَءُوْفٌ رَّحِیْمٌ ۟

૧૨૮. (લોકો) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે, જે તમારા માંથી જ છે, જો તમને કોઈ તકલીફ પહોચે તો તેને સારું નથી લાગતું, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, મોમિનો માટે ખૂબ જ દયાળુ અને માયાળુ છે. info
التفاسير:

external-link copy
129 : 9

فَاِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِیَ اللّٰهُ ۖؗ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— عَلَیْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۟۠

૧૨૯. તો પણ જો પીઠ ફેરવે, તો તમે કહી દો કે મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, હું તેના પર જ ભરોસો કરુ છું અને તે “અર્શ” નો માલિક છે. info
التفاسير: