ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
171 : 7

وَاِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَاَنَّهٗ ظُلَّةٌ وَّظَنُّوْۤا اَنَّهٗ وَاقِعٌ بِهِمْ ۚ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِیْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟۠

૧૭૧. અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જ્યારે અમે પર્વતને ઉઠાવી છાંયડાની જેમ તેમના પર લાવી દીધો, અને તેમને વિશ્વાસ થઇ ગયો કે તે પર્વત તેમના પર જ પડશે, (તે સમયે અમે તેમને આદેશ આપ્યો) કે જે કિતાબ અમે તમને આપી છે તેને મજબૂતી સાથે પકડો, અને જે કંઈ પણ તેમાં લખ્યું છે તેને યાદ રાખો, જેથી તમે પરહેજગાર બની શકો. info
التفاسير:

external-link copy
172 : 7

وَاِذْ اَخَذَ رَبُّكَ مِنْ بَنِیْۤ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذُرِّیَّتَهُمْ وَاَشْهَدَهُمْ عَلٰۤی اَنْفُسِهِمْ ۚ— اَلَسْتُ بِرَبِّكُمْ ؕ— قَالُوْا بَلٰی ۛۚ— شَهِدْنَا ۛۚ— اَنْ تَقُوْلُوْا یَوْمَ الْقِیٰمَةِ اِنَّا كُنَّا عَنْ هٰذَا غٰفِلِیْنَ ۟ۙ

૧૭૨. (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે આદમના સંતાનની પીઠ વડે તેમના સંતાનનું સર્જન કર્યું અને પોતાને જ ગવાહ બનાવી તેમને પૂછ્યું, શું હું તમારો પાલનહાર નથી? સૌએ જવાબ આપ્યો કેમ નહીં, અમે સૌ સાક્ષી આપીએ છીએ, (અને આ એટલા માટે કે) તમે કયામતના દિવસે એમ ન કહો કે અમે તો આ વાતથી અજાણ હતા. info
التفاسير:

external-link copy
173 : 7

اَوْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اَشْرَكَ اٰبَآؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّیَّةً مِّنْ بَعْدِهِمْ ۚ— اَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُوْنَ ۟

૧૭૩. અથવા એમ કહો કે શિર્ક તો અમારા પહેલા અમારા પૂર્વજોએ કર્યું હતું, અને અમે તેમના પછી તેઓની પેઢી માંથી થયા, તો શું તે પથભ્રષ્ટ લોકોના કાર્ય પર તું અમને નષ્ટ કરી દઇશ? info
التفاسير:

external-link copy
174 : 7

وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَلَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟

૧૭૪. અમે આ જ પ્રમાણે આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, જેથી તેઓ (સત્યમાર્ગ) તરફ આવી જાય. info
التفاسير:

external-link copy
175 : 7

وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ الَّذِیْۤ اٰتَیْنٰهُ اٰیٰتِنَا فَانْسَلَخَ مِنْهَا فَاَتْبَعَهُ الشَّیْطٰنُ فَكَانَ مِنَ الْغٰوِیْنَ ۟

૧૭૫. (હે નબી) તમે તેમને તે વ્યક્તિની દશા જણાવો જેને અમે અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તે તેની (પાબંદી કરવાથી) અળગો રહ્યો અને શેતાન પાછળ પડી ગયો, જેથી તે ગુમરાહ લોકો માંથી બની ગયો. info
التفاسير:

external-link copy
176 : 7

وَلَوْ شِئْنَا لَرَفَعْنٰهُ بِهَا وَلٰكِنَّهٗۤ اَخْلَدَ اِلَی الْاَرْضِ وَاتَّبَعَ هَوٰىهُ ۚ— فَمَثَلُهٗ كَمَثَلِ الْكَلْبِ ۚ— اِنْ تَحْمِلْ عَلَیْهِ یَلْهَثْ اَوْ تَتْرُكْهُ یَلْهَثْ ؕ— ذٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ۚ— فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟

૧૭૬. અને જો અમે ઇચ્છતા તો તેને આ આયતોના કારણે ઊંચો હોદ્દો આપતા, પરંતુ તે તો દુનિયા તરફ ઝૂકી ગયો અને પોતાની મનેચ્છાઓની પાછળ પડી ગયો, તેમની દશા કૂતરાં જેવી થઇ ગઇ, કે તું તેમના પર હુમલો કરીશ તો પણ હાંફશે અથવા તું તેને છોડી દઇશ તો પણ તે હાંફશે, આ જ દશા તે લોકોની છે જેઓએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, તો તમે આ સ્થિતિનું વર્ણન કરી દો, કદાચ તે લોકો કંઈક વિચાર કરે. info
التفاسير:

external-link copy
177 : 7

سَآءَ مَثَلَا ١لْقَوْمُ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاَنْفُسَهُمْ كَانُوْا یَظْلِمُوْنَ ۟

૧૭૭. એવા લોકોની દશા ખૂબ જ ખરાબ છે, જેઓએ અમારી આયરોનો ઇન્કાર કર્યો, અને પોતે જ પોતાના પર જુલ્મ કરતા રહ્યા. info
التفاسير:

external-link copy
178 : 7

مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِیْ ۚ— وَمَنْ یُّضْلِلْ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟

૧૭૮. અલ્લાહ જેને હિદાયત આપે તે જ હિદાયત મેળવી શકે છે, અને જેને તે ગુમરાહ કરી દે તો ખરેખર આવા લોકો જ નુકસાન ઉઠાવનારાઓ માંથી બની જશે. info
التفاسير: