ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
8 : 66

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا تُوْبُوْۤا اِلَی اللّٰهِ تَوْبَةً نَّصُوْحًا ؕ— عَسٰی رَبُّكُمْ اَنْ یُّكَفِّرَ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَیُدْخِلَكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— یَوْمَ لَا یُخْزِی اللّٰهُ النَّبِیَّ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ ۚ— نُوْرُهُمْ یَسْعٰی بَیْنَ اَیْدِیْهِمْ وَبِاَیْمَانِهِمْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اَتْمِمْ لَنَا نُوْرَنَا وَاغْفِرْ لَنَا ۚ— اِنَّكَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૮. હે ઇમાનવાળાઓ! તમે અલ્લાહની સમક્ષ સાચી નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેશે અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. અલ્લાહનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરતો હશે, તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
9 : 66

یٰۤاَیُّهَا النَّبِیُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِیْنَ وَاغْلُظْ عَلَیْهِمْ ؕ— وَمَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟

૯. હે પયગંબર! કાફિરો અને મુનાફિકો સાથે જિહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
10 : 66

ضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِیْنَ كَفَرُوا امْرَاَتَ نُوْحٍ وَّامْرَاَتَ لُوْطٍ ؕ— كَانَتَا تَحْتَ عَبْدَیْنِ مِنْ عِبَادِنَا صَالِحَیْنِ فَخَانَتٰهُمَا فَلَمْ یُغْنِیَا عَنْهُمَا مِنَ اللّٰهِ شَیْـًٔا وَّقِیْلَ ادْخُلَا النَّارَ مَعَ الدّٰخِلِیْنَ ۟

૧૦. અલ્લાહ તઆલાએ કાફિરો માટે નૂહ અને લૂત ની પત્નીઓનું ઉદાહરણ વર્ણન કરે છે, તે બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના લગ્નમાં હતી, પરંતુ તેણીઓએ પોતાના પતિ સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ! તે બન્ને અલ્લાહની વિરુદ્વ પોતાની પત્નીઓના કઈ પણ કામ ન આવી શક્યા, અને આદેશ આપવામાં આવ્યો કે (હે સ્ત્રીઓ) જહન્નમમાં જનારાઓ સાથે તમે બન્ને પણ દાખલ થઇ જાઓ. info
التفاسير:

external-link copy
11 : 66

وَضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِیْنَ اٰمَنُوا امْرَاَتَ فِرْعَوْنَ ۘ— اِذْ قَالَتْ رَبِّ ابْنِ لِیْ عِنْدَكَ بَیْتًا فِی الْجَنَّةِ وَنَجِّنِیْ مِنْ فِرْعَوْنَ وَعَمَلِهٖ وَنَجِّنِیْ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟ۙ

૧૧. અને અલ્લાહ તઆલાએ ઇમાનવાળાઓ માટે ફિરઔનની પત્નીનું ઉદાહરણ વર્ણન કરે છે, જ્યારે કે તેણે દુઆ કરી કે હે મારા પાલનહાર! મારા માટે પોતાની પાસે જન્નતમાં ઘર બનાવી દે. અને મને ફિરઔન અને તેના (ખરાબ) કાર્યોથી બચાવી લે અને મને અત્યાચારી લોકોથી બચાવી લે. info
التفاسير:

external-link copy
12 : 66

وَمَرْیَمَ ابْنَتَ عِمْرٰنَ الَّتِیْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِیْهِ مِنْ رُّوْحِنَا وَصَدَّقَتْ بِكَلِمٰتِ رَبِّهَا وَكُتُبِهٖ وَكَانَتْ مِنَ الْقٰنِتِیْنَ ۟۠

૧૨. અને મરયમ બિન્તે ઇમરાનનું (ઉદાહરણ પણ વર્ણન કરે છે) જેણે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી, પછી અમે અમારા તરફથી તેમાં એક જીવ ફૂંકી દીધો અને તેણીએ (મરયમ) પોતાના પાલનહારની વાતો અને તેની કિતાબોની પુષ્ટિ કરી અને તે બંદગી કરનારાઓ માંથી હતી. info
التفاسير: