ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

external-link copy
10 : 60

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا جَآءَكُمُ الْمُؤْمِنٰتُ مُهٰجِرٰتٍ فَامْتَحِنُوْهُنَّ ؕ— اَللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِهِنَّ ۚ— فَاِنْ عَلِمْتُمُوْهُنَّ مُؤْمِنٰتٍ فَلَا تَرْجِعُوْهُنَّ اِلَی الْكُفَّارِ ؕ— لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ یَحِلُّوْنَ لَهُنَّ ؕ— وَاٰتُوْهُمْ مَّاۤ اَنْفَقُوْا ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ اَنْ تَنْكِحُوْهُنَّ اِذَاۤ اٰتَیْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ ؕ— وَلَا تُمْسِكُوْا بِعِصَمِ الْكَوَافِرِ وَسْـَٔلُوْا مَاۤ اَنْفَقْتُمْ وَلْیَسْـَٔلُوْا مَاۤ اَنْفَقُوْا ؕ— ذٰلِكُمْ حُكْمُ اللّٰهِ ؕ— یَحْكُمُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

૧૦. હે ઇમાનવાળાઓ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની ચકાસણી કરી લો, અલ્લાહ તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણે છે, જ્યારે તમને ખબર પડી જાય કે તેણીઓ (સાચે જ) ઇમાનવાળી છે, તો હવે તેણીઓને કાફીરો પાસે પાછી ન મોકલો, આવી સ્ત્રીઓ તે (કાફિરો) માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને કાફિરોએ જે કઈ આવી મોમિન સ્ત્રીઓ પર ખર્ચ કર્યું હોય તો તેમને આપી દો, અને તેમની સાથે લગ્ન કરવા પર કોઈ ગુનોહ નથી, જ્યારે કે તમે તે સ્ત્રીઓને તેમની મહેર આપી દો, અને તમે પોતે પણ કાફિર સ્ત્રીઓને પતાના લગ્નમાં ન રાખો અને જે કંઇ તમે તેણીઓ પર ખર્ચ કર્યું હોય, તો તે (કાફિરો) પાસે માંગી લો અને જે મહેર કાફિરોએ પોતાની (મુસલમાન) સ્ત્રીઓને આપ્યું હતું, તો તેઓ (મુસલમાનો) પાસે માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે, જે તમારી વચ્ચે નિર્ણય કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે. info
التفاسير: