ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
16 : 50

وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهٖ نَفْسُهٗ ۖۚ— وَنَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْ حَبْلِ الْوَرِیْدِ ۟

૧૬. અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને પણ અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે. info
التفاسير:

external-link copy
17 : 50

اِذْ یَتَلَقَّی الْمُتَلَقِّیٰنِ عَنِ الْیَمِیْنِ وَعَنِ الشِّمَالِ قَعِیْدٌ ۟

૧૭. જ્યારે કે બે (ફરિશ્તાઓ) દરેક વસ્તુને નોંધ કરનાર જમણી અને ડાબી બાજુ બેસી બધું જ લખી રહ્યા છે. info
التفاسير:

external-link copy
18 : 50

مَا یَلْفِظُ مِنْ قَوْلٍ اِلَّا لَدَیْهِ رَقِیْبٌ عَتِیْدٌ ۟

૧૮. (માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર એક દેખરેખ રાખનારા તૈયાર છે. info
التفاسير:

external-link copy
19 : 50

وَجَآءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ؕ— ذٰلِكَ مَا كُنْتَ مِنْهُ تَحِیْدُ ۟

૧૯. અને મૃતની બેહોશી સાચે જ આવીને રહેશે, (હે માનવી!) આ તે વસ્તુ છે, જેનાથી તું કતરાતો હતો. info
التفاسير:

external-link copy
20 : 50

وَنُفِخَ فِی الصُّوْرِ ؕ— ذٰلِكَ یَوْمُ الْوَعِیْدِ ۟

૨૦. અને (પછી જ્યારે) સૂરમાં ફૂંક મારવામાં આવશે, (તો તેને કહેવામાં આવશે કે) આ જ અઝાબના વચનનો દિવસ છે. info
التفاسير:

external-link copy
21 : 50

وَجَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآىِٕقٌ وَّشَهِیْدٌ ۟

૨૧. અને દરેક વ્યક્તિ તે દિવસે એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર (ફરિશ્તો) હશે. info
التفاسير:

external-link copy
22 : 50

لَقَدْ كُنْتَ فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا فَكَشَفْنَا عَنْكَ غِطَآءَكَ فَبَصَرُكَ الْیَوْمَ حَدِیْدٌ ۟

૨૨. નિ:શંક તમે તે દિવસથી ગાફેલ હતા, પરંતુ આજે અમે તમારી આંખો પરથી પરદો હટાવી દીધો, બસ! આજે તારી નઝર ખુબ જ તેઝ થઇ ગઈ. info
التفاسير:

external-link copy
23 : 50

وَقَالَ قَرِیْنُهٗ هٰذَا مَا لَدَیَّ عَتِیْدٌ ۟ؕ

૨૩. તેનો સાથી (ફરિશ્તો) કહેશે, આ રહ્યું તેનું કર્મનોધ, મારી પાસે હાજર છે. info
التفاسير:

external-link copy
24 : 50

اَلْقِیَا فِیْ جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِیْدٍ ۟ۙ

૨૪. (હાંકનાર અને સાક્ષી આપનાર બન્ને ફરિશ્તાઓને આદેશ આપવામાં આવશે) કે દરેક ગુમરાહ અને વિદ્રોહી લોકોને જહન્નમમાં ધકેલી દો. info
التفاسير:

external-link copy
25 : 50

مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ مُّرِیْبِ ۟ۙ

૨૫. જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા. info
التفاسير:

external-link copy
26 : 50

١لَّذِیْ جَعَلَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَاَلْقِیٰهُ فِی الْعَذَابِ الشَّدِیْدِ ۟

૨૬. જેણે અલ્લાહ સાથે બીજાને ઇલાહ બનાવી રાખ્યા હતા, બસ! તેને સખત અઝાબમાં ધકેલી દો. info
التفاسير:

external-link copy
27 : 50

قَالَ قَرِیْنُهٗ رَبَّنَا مَاۤ اَطْغَیْتُهٗ وَلٰكِنْ كَانَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟

૨૭. તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને વિદ્રોહી નહતો બનાવ્યો, પરંતુ આ પોતે જ દૂરની ગુમરાહીમાં હતો. info
التفاسير:

external-link copy
28 : 50

قَالَ لَا تَخْتَصِمُوْا لَدَیَّ وَقَدْ قَدَّمْتُ اِلَیْكُمْ بِالْوَعِیْدِ ۟

૨૮. (અલ્લાહ) કહેશે બસ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (અઝાબનું વચન) મોકલી ચુકયો હતો. info
التفاسير:

external-link copy
29 : 50

مَا یُبَدَّلُ الْقَوْلُ لَدَیَّ وَمَاۤ اَنَا بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟۠

૨૯. મારી પાસે વાત બદલાતી નથી અને હું મારા બંદાઓ પર જુલમ કરવાવાળો નથી. info
التفاسير:

external-link copy
30 : 50

یَوْمَ نَقُوْلُ لِجَهَنَّمَ هَلِ امْتَلَاْتِ وَتَقُوْلُ هَلْ مِنْ مَّزِیْدٍ ۟

૩૦. તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે? info
التفاسير:

external-link copy
31 : 50

وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِیْنَ غَیْرَ بَعِیْدٍ ۟

૩૧. અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય. info
التفاسير:

external-link copy
32 : 50

هٰذَا مَا تُوْعَدُوْنَ لِكُلِّ اَوَّابٍ حَفِیْظٍ ۟ۚ

૩૨. આ તે છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે ઝૂક્નાર અને નિયંત્રણ રાખનાર હશે, info
التفاسير:

external-link copy
33 : 50

مَنْ خَشِیَ الرَّحْمٰنَ بِالْغَیْبِ وَجَآءَ بِقَلْبٍ مُّنِیْبِ ۟ۙ

૩૩. જે રહમાનથી વિણદેખે ડરે છે, અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે. info
التفاسير:

external-link copy
34 : 50

١دْخُلُوْهَا بِسَلٰمٍ ؕ— ذٰلِكَ یَوْمُ الْخُلُوْدِ ۟

૩૪. તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, તે દિવસ હંમેશા માટેનો દિવસ હશે. info
التفاسير:

external-link copy
35 : 50

لَهُمْ مَّا یَشَآءُوْنَ فِیْهَا وَلَدَیْنَا مَزِیْدٌ ۟

૩૫. આ (લોકો) ત્યાં જે વસ્તુની ઈચ્છા કરશે, તેમને મળી જશે, અને અમારી પાસે તેના કરતા વધારે વસ્તુ હાજર છે. info
التفاسير: