ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
59 : 40

اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ؗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟

૫૯. નિ:શંક કયામત આવશે જ, જેમાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા લોકો ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
60 : 40

وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۟۠

૬૦. અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે. info
التفاسير:

external-link copy
61 : 40

اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟

૬૧. અલ્લાહ તઆલાએ તમારા માટે રાત બનાવી, કે તમે તેમાં આરામ કરો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે કૃપાળુ અને દયાળુ છે. પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા. info
التفاسير:

external-link copy
62 : 40

ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَیْءٍ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟

૬૨. આ જ છે. તમારો પાલનહાર, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઇ ઇલાહ નથી, પછી તમે ક્યાં જઇ રહ્યા છો? info
التفاسير:

external-link copy
63 : 40

كَذٰلِكَ یُؤْفَكُ الَّذِیْنَ كَانُوْا بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟

૬૩. આવી જ રીતે તે લોકોને પણ પથભ્રષ્ટ કારી દેવામાં આવ્યા, જેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા. info
التفاسير:

external-link copy
64 : 40

اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ— فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟

૬૪. અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ! ખૂબ જ બરકતવાળો અનેસમગ્ર સૃષ્ટિનો પાલનહાર. info
التفاسير:

external-link copy
65 : 40

هُوَ الْحَیُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟

૬૫. તે જ જીવંત છે, તેના સિવાય કોઇ ઇલા નથી, બસ! તમે નિખાલસતાથી તેની બંદગી કરો અને તેને પોકારો. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. info
التفاسير:

external-link copy
66 : 40

قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِیَ الْبَیِّنٰتُ مِنْ رَّبِّیْ ؗ— وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟

૬૬. તમે તમને કહી દો કે મને તેમની બંદગી કરવાથી રોકવામાં આવ્યો છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે મારી પાસે મારા પાલનહારના સ્પષ્ટ પુરાવા આવી ગયા છે, મને આદેશ મળ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં. info
التفاسير: