ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
41 : 39

اِنَّاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ ۚ— فَمَنِ اهْتَدٰی فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ۚ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟۠

૪૧. (હે પયગંબર) અમે તમારા ઉપર આ કિતાબ લોકો માટે સત્ય સાથે ઉતારી છે, બસ! જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય, તે પોતે ફાયદો ઉઠાવશે અને જે ગુમરાહ થઇ જશે, તો તેની ગુમરાહીની (સજા) તેના પર જ છે. તમે તેમના જવાબદાર નથી. info
التفاسير:

external-link copy
42 : 39

اَللّٰهُ یَتَوَفَّی الْاَنْفُسَ حِیْنَ مَوْتِهَا وَالَّتِیْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا ۚ— فَیُمْسِكُ الَّتِیْ قَضٰی عَلَیْهَا الْمَوْتَ وَیُرْسِلُ الْاُخْرٰۤی اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟

૪૨. અલ્લાહ જ છે, જે મૃત્યુના સમયે રૂહોને લઇ લે છે અને જેમનું મૃત્યુ નથી થયું તેમની રૂહ તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો હોય તેની રૂહ તો રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે. info
التفاسير:

external-link copy
43 : 39

اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ ؕ— قُلْ اَوَلَوْ كَانُوْا لَا یَمْلِكُوْنَ شَیْـًٔا وَّلَا یَعْقِلُوْنَ ۟

૪૩. શું તે લોકોએ અલ્લાહ તઆલા સિવાય (બીજાને) ભલામણ માટે નક્કી કર્યા છે? તમે તેમને કહી દો કે તેમના અધિકારમાં કંઈ હોય કે ન હોય, અને તેઓ સમજતા પણ ન હોય. (તો કેવી રીતે ભલામણ કરી શકશે?) info
التفاسير:

external-link copy
44 : 39

قُلْ لِّلّٰهِ الشَّفَاعَةُ جَمِیْعًا ؕ— لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟

૪૪. તમે તેમને કહી દો કે ભલામણ અલ્લાહ માટે જ છે, આકાશો અને ધરતીમાં તેની જ બાદશાહત છે, તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. info
التفاسير:

external-link copy
45 : 39

وَاِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ ۚ— وَاِذَا ذُكِرَ الَّذِیْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ یَسْتَبْشِرُوْنَ ۟

૪૫. જ્યારે ફક્ત અલ્લાહનું નામ લેવામાં આવે, તો જે લોકો આખિરત પર ઇમાન નથી રાખતા તેમના હૃદય નફરત કરવા લાગે છે, અને જ્યારે અલ્લાહ સિવાય (બીજાના) નામ લેવામાં આવે તો તેમના હૃદય ખુશ થઇ જાય છે. info
التفاسير:

external-link copy
46 : 39

قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ عٰلِمَ الْغَیْبِ وَالشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَیْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟

૪૬. તમે તેમને કહી દો કે, હે અલ્લાહ! આકાશો અને ધરતીનું સર્જન કરનાર, છૂપું-જાહેરને જાણનાર, તું જ પોતાના બંદાઓ વચ્ચે તે વાતોનો નિર્ણય કરીશ, જેમાં તેઓ તકરાર કરી રહ્યા હતા. info
التفاسير:

external-link copy
47 : 39

وَلَوْ اَنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا مَا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَبَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ یَكُوْنُوْا یَحْتَسِبُوْنَ ۟

૪૭. જો જાલિમ લોકોને ધરતીનું પૂરું ધન મળી જાય અને તેના જેટલું જ બીજું ધન હોય, તો તેઓ કયામતના દિવસે ખરાબ અઝાબથી બચવા માટે ફિદયો આપવા માટે તૈયાર થઇ જશે, તે દિવસે અલ્લાહ તરફથી તેમના માટે એવો અઝાબ જાહેર થશે, જેનું તેઓ અનુમાન પણ નથી કરી શકતા. info
التفاسير: