ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
17 : 38

اِصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاذْكُرْ عَبْدَنَا دَاوٗدَ ذَا الْاَیْدِ ۚ— اِنَّهٗۤ اَوَّابٌ ۟

૧૭. (હે પયગંબર) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા અને તે (અને અમારી તરફ) ખૂબ રજૂ થનારા હતા. info
التفاسير:

external-link copy
18 : 38

اِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهٗ یُسَبِّحْنَ بِالْعَشِیِّ وَالْاِشْرَاقِ ۟ۙ

૧૮. અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેઓ સવાર-સાંજ તેમની સાથે અલ્લાહની તસ્બીહ કરતા હતા. info
التفاسير:

external-link copy
19 : 38

وَالطَّیْرَ مَحْشُوْرَةً ؕ— كُلٌّ لَّهٗۤ اَوَّابٌ ۟

૧૯. અને પક્ષીઓ પણ ભેગા થઇ, દરેક તેમની સાથે મળી, અલ્લાહની તસ્બીહ કરતા હતા info
التفاسير:

external-link copy
20 : 38

وَشَدَدْنَا مُلْكَهٗ وَاٰتَیْنٰهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ ۟

૨૦. અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી. info
التفاسير:

external-link copy
21 : 38

وَهَلْ اَتٰىكَ نَبَؤُا الْخَصْمِ ۘ— اِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ ۟ۙ

૨૧. અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા. info
التفاسير:

external-link copy
22 : 38

اِذْ دَخَلُوْا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنْهُمْ قَالُوْا لَا تَخَفْ ۚ— خَصْمٰنِ بَغٰی بَعْضُنَا عَلٰی بَعْضٍ فَاحْكُمْ بَیْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ۟

૨૨. જ્યારે તેઓ દાઊદ પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો. info
التفاسير:

external-link copy
23 : 38

اِنَّ هٰذَاۤ اَخِیْ ۫— لَهٗ تِسْعٌ وَّتِسْعُوْنَ نَعْجَةً وَّلِیَ نَعْجَةٌ وَّاحِدَةٌ ۫— فَقَالَ اَكْفِلْنِیْهَا وَعَزَّنِیْ فِی الْخِطَابِ ۟

૨૩. (સાંભળો)! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે. info
التفاسير:

external-link copy
24 : 38

قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ اِلٰی نِعَاجِهٖ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ الْخُلَطَآءِ لَیَبْغِیْ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَقَلِیْلٌ مَّا هُمْ ؕ— وَظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰهُ فَاسْتَغْفَرَ رَبَّهٗ وَخَرَّ رَاكِعًا وَّاَنَابَ ۟

૨૪. તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર કર્યો છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ સમજી ગયા કે (આ મુકદ્દમાં વડે) અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી. info
التفاسير:

external-link copy
25 : 38

فَغَفَرْنَا لَهٗ ذٰلِكَ ؕ— وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟

૨૫. બસ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે. info
التفاسير:

external-link copy
26 : 38

یٰدَاوٗدُ اِنَّا جَعَلْنٰكَ خَلِیْفَةً فِی الْاَرْضِ فَاحْكُمْ بَیْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوٰی فَیُضِلَّكَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— اِنَّ الَّذِیْنَ یَضِلُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌۢ بِمَا نَسُوْا یَوْمَ الْحِسَابِ ۟۠

૨૬. હે દાઊદ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો આ વાત તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત અઝાબ છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે. info
التفاسير: