ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
77 : 37

وَجَعَلْنَا ذُرِّیَّتَهٗ هُمُ الْبٰقِیْنَ ۟ؗۖ

૭૭. અને ફક્ત તેમની સંતાનને બાકી રાખી. info
التفاسير:

external-link copy
78 : 37

وَتَرَكْنَا عَلَیْهِ فِی الْاٰخِرِیْنَ ۟ؗۖ

૭૮. અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું. info
التفاسير:

external-link copy
79 : 37

سَلٰمٌ عَلٰی نُوْحٍ فِی الْعٰلَمِیْنَ ۟

૭૯. નૂહ પર સમગ્ર સૃષ્ટિના સલામ છે. info
التفاسير:

external-link copy
80 : 37

اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

૮૦. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ. info
التفاسير:

external-link copy
81 : 37

اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِیْنَ ۟

૮૧. તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા. info
التفاسير:

external-link copy
82 : 37

ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَ ۟

૮૨. પછી અમે બીજાને ડુબાડી દીધા. info
التفاسير:

external-link copy
83 : 37

وَاِنَّ مِنْ شِیْعَتِهٖ لَاِبْرٰهِیْمَ ۟ۘ

૮૩. અને તે (નૂહનું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ પણ હતા. info
التفاسير:

external-link copy
84 : 37

اِذْ جَآءَ رَبَّهٗ بِقَلْبٍ سَلِیْمٍ ۟

૮૪. જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર દિલ લઈને આવ્યા. info
التفاسير:

external-link copy
85 : 37

اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَاذَا تَعْبُدُوْنَ ۟ۚ

૮૫. તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો? info
التفاسير:

external-link copy
86 : 37

اَىِٕفْكًا اٰلِهَةً دُوْنَ اللّٰهِ تُرِیْدُوْنَ ۟ؕ

૮૬. શું તમે અલ્લાહ ને છોડીને ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો? info
التفاسير:

external-link copy
87 : 37

فَمَا ظَنُّكُمْ بِرَبِّ الْعٰلَمِیْنَ ۟

૮૭. તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો? info
التفاسير:

external-link copy
88 : 37

فَنَظَرَ نَظْرَةً فِی النُّجُوْمِ ۟ۙ

૮૮. પછી (એકવાર) તેમણે તારાઓ તરફ એક નજર કરી. info
التفاسير:

external-link copy
89 : 37

فَقَالَ اِنِّیْ سَقِیْمٌ ۟

૮૯. અને કહ્યું કે હું બિમાર છું. info
التفاسير:

external-link copy
90 : 37

فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِیْنَ ۟

૯૦. આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા. info
التفاسير:

external-link copy
91 : 37

فَرَاغَ اِلٰۤی اٰلِهَتِهِمْ فَقَالَ اَلَا تَاْكُلُوْنَ ۟ۚ

૯૧. (ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા? info
التفاسير:

external-link copy
92 : 37

مَا لَكُمْ لَا تَنْطِقُوْنَ ۟

૯૨. તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા. info
التفاسير:

external-link copy
93 : 37

فَرَاغَ عَلَیْهِمْ ضَرْبًا بِالْیَمِیْنِ ۟

૯૩. પછી જમણા હાથ વડે તેમને ખૂબ મારવા લાગ્યા. info
التفاسير:

external-link copy
94 : 37

فَاَقْبَلُوْۤا اِلَیْهِ یَزِفُّوْنَ ۟

૯૪. (પાછા આવીને કોમે જ્યારે આ સ્થિતિ જોઈ) દોડતા દોડતા ઈબ્રાહીમ પાસે આવ્યા. info
التفاسير:

external-link copy
95 : 37

قَالَ اَتَعْبُدُوْنَ مَا تَنْحِتُوْنَ ۟ۙ

૯૫. (ઇબ્રાહીમે) કહ્યું, શું તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે પોતે જ કોતરો છો. info
التفاسير:

external-link copy
96 : 37

وَاللّٰهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُوْنَ ۟

૯૬. જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું. info
التفاسير:

external-link copy
97 : 37

قَالُوا ابْنُوْا لَهٗ بُنْیَانًا فَاَلْقُوْهُ فِی الْجَحِیْمِ ۟

૯૭. તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો. info
التفاسير:

external-link copy
98 : 37

فَاَرَادُوْا بِهٖ كَیْدًا فَجَعَلْنٰهُمُ الْاَسْفَلِیْنَ ۟

૯૮. તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા. info
التفاسير:

external-link copy
99 : 37

وَقَالَ اِنِّیْ ذَاهِبٌ اِلٰی رَبِّیْ سَیَهْدِیْنِ ۟

૯૯. અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે. info
التفاسير:

external-link copy
100 : 37

رَبِّ هَبْ لِیْ مِنَ الصّٰلِحِیْنَ ۟

૧૦૦. હે મારા પાલનહાર! મને સદાચારી સંતાન આપ, info
التفاسير:

external-link copy
101 : 37

فَبَشَّرْنٰهُ بِغُلٰمٍ حَلِیْمٍ ۟

૧૦૧. તો અમે તેમને એક ધૈર્યવાન બાળકની ખુશખબરી આપી. info
التفاسير:

external-link copy
102 : 37

فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْیَ قَالَ یٰبُنَیَّ اِنِّیْۤ اَرٰی فِی الْمَنَامِ اَنِّیْۤ اَذْبَحُكَ فَانْظُرْ مَاذَا تَرٰی ؕ— قَالَ یٰۤاَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ؗ— سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰبِرِیْنَ ۟

૧૦૨. પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા! હું સપનામાં તને ઝબહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો. info
التفاسير: