ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
32 : 34

قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْا لِلَّذِیْنَ اسْتُضْعِفُوْۤا اَنَحْنُ صَدَدْنٰكُمْ عَنِ الْهُدٰی بَعْدَ اِذْ جَآءَكُمْ بَلْ كُنْتُمْ مُّجْرِمِیْنَ ۟

૩૨. આ મોટા લોકો નબળા લોકોને જવાબ આપશે કે જ્યારે તમારી પાસે હિદાયત આવી ગઈ હતી તો શું અમે તમને રોક્યા હતા? પરંતુ તમે પોતે જ અપરાધી હતા. info
التفاسير:

external-link copy
33 : 34

وَقَالَ الَّذِیْنَ اسْتُضْعِفُوْا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْا بَلْ مَكْرُ الَّیْلِ وَالنَّهَارِ اِذْ تَاْمُرُوْنَنَاۤ اَنْ نَّكْفُرَ بِاللّٰهِ وَنَجْعَلَ لَهٗۤ اَنْدَادًا ؕ— وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ؕ— وَجَعَلْنَا الْاَغْلٰلَ فِیْۤ اَعْنَاقِ الَّذِیْنَ كَفَرُوْا ؕ— هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૩૩. (તેના જવાબમાં) અશક્ત લોકો તે ઘમંડી લોકોને કહેશે કે (ના-ના વાત એવી નથી) પરંતુ રાત-દિવસની યુક્તિઓ હતી, જ્યારે તમે આદેશ આપતા કે અલ્લાહનો ઇન્કાર કરો, અને તેની સાથી ભાગીદાર ન ઠહેરવશો, અઝાબને જોઇ સૌ અંદર જ અંદર અફસોસ કરી રહ્યા હશે અને ઇન્કાર કરનારાઓના ગળામાં અમે પટ્ટો નાંખી દઇશું, તેઓને ફક્ત તેમણે કરેલ કાર્યોનું વળતર આપવામાં આવશે. info
التفاسير:

external-link copy
34 : 34

وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّذِیْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟

૩૪. અને અમે તો જે શહેરમાં કોઈ રસૂલ મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ એવું જ કહ્યું કે જે આદેશ તમે લઇ આવ્યા છપ અમે તેનો ઇન્કાર કરીએ છીએ. info
التفاسير:

external-link copy
35 : 34

وَقَالُوْا نَحْنُ اَكْثَرُ اَمْوَالًا وَّاَوْلَادًا ۙ— وَّمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟

૩૫. અને એવું પણ કહ્યું કે અમારી પાસે ખૂબ ધન અને સંતાન છે, અમને કોઈ અઝાબ આપવામાં નહીં આવે. info
التفاسير:

external-link copy
36 : 34

قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟۠

૩૬. તમે તેમને કહી દો કે મારો પાલનહાર જેના માટે ઇચ્છે તેની પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે તેની રોજી તંગ પણ કરી દે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. info
التفاسير:

external-link copy
37 : 34

وَمَاۤ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ بِالَّتِیْ تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفٰۤی اِلَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا ؗ— فَاُولٰٓىِٕكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِی الْغُرُفٰتِ اٰمِنُوْنَ ۟

૩૭. અને તમારું ધન તથા સંતાન બન્ને એવી વસ્તુ નથી, જેના કારણે તમે અમારી નિકટતા પ્રાપ્ત કરી શકો, હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા (તેઓ નિકટતા પ્રાપ્ત કરી શકે છે) આ જ તે લોકો છે, જેમને તેમના કાર્યોનું બમણું વળતર આપવામાં આવશે અને તેઓ નીડર અને ડર્યા વગર ઉચ્ચ સ્થાનો પર રહેશે. info
التفاسير:

external-link copy
38 : 34

وَالَّذِیْنَ یَسْعَوْنَ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ فِی الْعَذَابِ مُحْضَرُوْنَ ۟

૩૮. અને જે લોકો અમારી આયતોના વિરોધમાં લાગેલા રહે છે, આવા જ લોકોને અઝાબ માટે હાજર કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
39 : 34

قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَیَقْدِرُ لَهٗ ؕ— وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَیْءٍ فَهُوَ یُخْلِفُهٗ ۚ— وَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟

૩૯. તમે તેમને કહી દો! કે મારો પાલનહાર પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે, તેના પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે તેની રોજી તંગ કરી દે છે અને જે કંઈ તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો તો તેની જગ્યાએ તે તમને વધુ આપે છે, અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે. info
التفاسير: