ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

external-link copy
58 : 24

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِیَسْتَاْذِنْكُمُ الَّذِیْنَ مَلَكَتْ اَیْمَانُكُمْ وَالَّذِیْنَ لَمْ یَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلٰثَ مَرّٰتٍ ؕ— مِنْ قَبْلِ صَلٰوةِ الْفَجْرِ وَحِیْنَ تَضَعُوْنَ ثِیَابَكُمْ مِّنَ الظَّهِیْرَةِ وَمِنْ بَعْدِ صَلٰوةِ الْعِشَآءِ ۫ؕ— ثَلٰثُ عَوْرٰتٍ لَّكُمْ ؕ— لَیْسَ عَلَیْكُمْ وَلَا عَلَیْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ؕ— طَوّٰفُوْنَ عَلَیْكُمْ بَعْضُكُمْ عَلٰی بَعْضٍ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

૫૮. હે ઈમાનવાળાઓ! તમારા દાસોને અને તેમને પણ, જેઓ પુખ્તવયે ન પહોંચ્યા હોય તે બાળકો માટે જરૂરી છે કે તેઓ (દિવસમાં) ત્રણ વખત પરવાનગી લઈ ઘરોમાં દાખલ થાય, ફજરની નમાઝ પહેલા અને જોહરના સમયે જ્યારે તમે પોતાના વસ્ત્રો ઉતારી રાખો છો અને ઇશાની નમાઝ પછી આ ત્રણેય સમય તમારા (એકાંત) અને અંગત સમય છે, આ સમય સિવાય (અન્ય સમયે) તેમના માટે પરવાનગી વગર આવવા જવા પર ન તો તેમના પર કોઈ ગુનોહ છે અને ન તો તમારા પર, તમારે એકબીજા પાસે વારંવાર આવવું જ પડે છે, આ પ્રમાણે જ અલ્લાહ તઆલા પોતાના આદેશોનું વર્ણન કરે છે, અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાનવાળો અને હિકમતવાળો છે. info
التفاسير: