ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
62 : 24

اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاِذَا كَانُوْا مَعَهٗ عَلٰۤی اَمْرٍ جَامِعٍ لَّمْ یَذْهَبُوْا حَتّٰی یَسْتَاْذِنُوْهُ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَاْذِنُوْنَكَ اُولٰٓىِٕكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ ۚ— فَاِذَا اسْتَاْذَنُوْكَ لِبَعْضِ شَاْنِهِمْ فَاْذَنْ لِّمَنْ شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૬૨. ઈમાનવાળાઓ તે જ છે, જેઓ અલ્લાહ તઆલા પર અને તેના પયગંબર પર ઈમાન રાખે છે અને જ્યારે તેઓ સામૂહિક કામમાં ભેગા હોય છે તો રસૂલની પરવાનગી વગર જતા નથી, (હે પયગંબર) જે લોકો તમારી પાસે પરવાનગી માગે છે, તે જ અલ્લાહ અને રસૂલ પર ઈમાન ધરાવનાર છે, તો જ્યારે તેમાંથી કોઈ પોતાના કામ માટે પરવાનગી માંગે તો જેને તમે ઈચ્છો તેને પરવાનગી આપો (અને જેને ન ઈચ્છો તેને ન આપો) અને તેમના માટે અલ્લાહ પાસે માફી માંગતા રહો અને અલ્લાહ તઆલા માફ કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
63 : 24

لَا تَجْعَلُوْا دُعَآءَ الرَّسُوْلِ بَیْنَكُمْ كَدُعَآءِ بَعْضِكُمْ بَعْضًا ؕ— قَدْ یَعْلَمُ اللّٰهُ الَّذِیْنَ یَتَسَلَّلُوْنَ مِنْكُمْ لِوَاذًا ۚ— فَلْیَحْذَرِ الَّذِیْنَ یُخَالِفُوْنَ عَنْ اَمْرِهٖۤ اَنْ تُصِیْبَهُمْ فِتْنَةٌ اَوْ یُصِیْبَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

૬૩. મુસલમાનો! તમે પયગંબરને બોલાવવા માટે એવી ભાષા ન વાપરો, જેવી રીતે અંદરોઅંદર એકબીજાને બોલાવવા માટે વાપરો છો, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોને ખૂબ સારી રીતે જાણે છે, જેઓ નજર બચાવી હળવેથી હટી જાય છે, સાંભળો! જે લોકો પયગંબરના આદેશોનો વિરોધ કરે છે, તેમણે એ વાતથી ડરવું જોઇએ કે ક્યાંક તેમના પર જબરદસ્ત મુસીબત ન આવી પહોંચે અથવા તેમને દુ:ખદાયી અઝાબ ન પહોંચે. info
التفاسير:

external-link copy
64 : 24

اَلَاۤ اِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قَدْ یَعْلَمُ مَاۤ اَنْتُمْ عَلَیْهِ ؕ— وَیَوْمَ یُرْجَعُوْنَ اِلَیْهِ فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠

૬૪. યાદ રાખો! જે કઈ આકાશો અને ધરતીમાં છે, તે બધું જ અલ્લાહનું છે, જે માર્ગ પર તમે છો, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે અને જે દિવસે આ બધા તેની તરફ ફેરવવામાં આવશે, તો તે દિવસે તેમને તેમના કર્મોની જાણ આપી દેશે, અલ્લાહ તઆલા બધું જ જાણવાવાળો છે. info
التفاسير: