ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
65 : 20

قَالُوْا یٰمُوْسٰۤی اِمَّاۤ اَنْ تُلْقِیَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ اَوَّلَ مَنْ اَلْقٰی ۟

૬૫. મૂસાને કહેવા લાગ્યા કે, હે મૂસા! તમે નાખો છો અથવા અમે પહેલા અમે નાખીએ? info
التفاسير:

external-link copy
66 : 20

قَالَ بَلْ اَلْقُوْا ۚ— فَاِذَا حِبَالُهُمْ وَعِصِیُّهُمْ یُخَیَّلُ اِلَیْهِ مِنْ سِحْرِهِمْ اَنَّهَا تَسْعٰی ۟

૬૬. મૂસએ કહ્યુ કે તમે જ પહેલા નાંખો, તેમના જાદુના અસરથી એવું લાગતું હતું કે તેમની દોરીઓ અને લાકડીઓ દોડી રહી છે. info
التفاسير:

external-link copy
67 : 20

فَاَوْجَسَ فِیْ نَفْسِهٖ خِیْفَةً مُّوْسٰی ۟

૬૭. આ જોઈ મૂસા મનમાં ને મનમાં ભયભીત થયા. info
التفاسير:

external-link copy
68 : 20

قُلْنَا لَا تَخَفْ اِنَّكَ اَنْتَ الْاَعْلٰی ۟

૬૮. અમે (વહી દ્વારા) તેમને કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો. info
التفاسير:

external-link copy
69 : 20

وَاَلْقِ مَا فِیْ یَمِیْنِكَ تَلْقَفْ مَا صَنَعُوْا ؕ— اِنَّمَا صَنَعُوْا كَیْدُ سٰحِرٍ ؕ— وَلَا یُفْلِحُ السَّاحِرُ حَیْثُ اَتٰی ۟

૬૯. અને જે તમારા જમણા હાથમાં જે છે, તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા. info
التفاسير:

external-link copy
70 : 20

فَاُلْقِیَ السَّحَرَةُ سُجَّدًا قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ هٰرُوْنَ وَمُوْسٰی ۟

૭૦. આ જોઈ દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા. info
التفاسير:

external-link copy
71 : 20

قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ؕ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ فِیْ جُذُوْعِ النَّخْلِ ؗ— وَلَتَعْلَمُنَّ اَیُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّاَبْقٰی ۟

૭૧. ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોની સજા વધારે સખત અને લાંબા સમય સુધી દુ:ખ પહોચાડવાવાળી છે. info
التفاسير:

external-link copy
72 : 20

قَالُوْا لَنْ نُّؤْثِرَكَ عَلٰی مَا جَآءَنَا مِنَ الْبَیِّنٰتِ وَالَّذِیْ فَطَرَنَا فَاقْضِ مَاۤ اَنْتَ قَاضٍ ؕ— اِنَّمَا تَقْضِیْ هٰذِهِ الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ

૭૨. જાદુગરોએ જવાબ આપ્યો કે જે ઝાતે અમને પેદા કર્યા છે અને જે કઈ અમારી પાસે સ્પષ્ટ પુરાવા આવી ચુક્યા છે, અમે તને તેના પર ક્યારેય પ્રાથમિકતા નહીં આપીએ, હવે જે કઈ કરવા ઈચ્છતો હોય તું કરી લે, તું જે કઈ અમને સજા આપીશ તે ફક્ત આ દુનિયાના જીવન સુધી જ સીમિત હશે. info
التفاسير:

external-link copy
73 : 20

اِنَّاۤ اٰمَنَّا بِرَبِّنَا لِیَغْفِرَ لَنَا خَطٰیٰنَا وَمَاۤ اَكْرَهْتَنَا عَلَیْهِ مِنَ السِّحْرِ ؕ— وَاللّٰهُ خَیْرٌ وَّاَبْقٰی ۟

૭૩. અમે પોતાના પાલનહાર પર ઈમાન લાવી ચુક્યા છે, જેથી તે અમારી ભૂલોને માફ કરી દે, અને જાદુગરી (નો પાપ) જેના માટે તે અમને ઉભાર્યા છે. અલ્લાહ જ શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળો છે. info
التفاسير:

external-link copy
74 : 20

اِنَّهٗ مَنْ یَّاْتِ رَبَّهٗ مُجْرِمًا فَاِنَّ لَهٗ جَهَنَّمَ ؕ— لَا یَمُوْتُ فِیْهَا وَلَا یَحْیٰی ۟

૭૪. વાત એવી છે કે જે પણ પાપી બની પોતાના પાલનહાર પાસે આવશે, તેના માટે જહન્નમ છે, જ્યાં ન તો તે મૃત્યુ પામશે અને ન તો જીવિત રહેશે. info
التفاسير:

external-link copy
75 : 20

وَمَنْ یَّاْتِهٖ مُؤْمِنًا قَدْ عَمِلَ الصّٰلِحٰتِ فَاُولٰٓىِٕكَ لَهُمُ الدَّرَجٰتُ الْعُلٰی ۟ۙ

૭૫. અને જે પણ તેની પાસે ઈમાનની સ્થિતિમાં આવશે અને તેણે સત્કાર્યો કર્યા હશે, તેના માટે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત દરજ્જા છે. info
التفاسير:

external-link copy
76 : 20

جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزٰٓؤُا مَنْ تَزَكّٰی ۟۠

૭૬. હંમેશાવાળી જન્નતો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ જ ઇનામ (બક્ષિસ) છે તે દરેક વ્યક્તિ માટે, જે (ગુનાહોથી) પાક હશે. info
التفاسير: