ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
87 : 17

اِلَّا رَحْمَةً مِّنْ رَّبِّكَ ؕ— اِنَّ فَضْلَهٗ كَانَ عَلَیْكَ كَبِیْرًا ۟

૮૭. કદાચ તમારા પાલનહાર જ તમારા પર દયા કરે, નિ:શંક તમારા પર તેની ઘણી જ કૃપા છે. info
التفاسير:

external-link copy
88 : 17

قُلْ لَّىِٕنِ اجْتَمَعَتِ الْاِنْسُ وَالْجِنُّ عَلٰۤی اَنْ یَّاْتُوْا بِمِثْلِ هٰذَا الْقُرْاٰنِ لَا یَاْتُوْنَ بِمِثْلِهٖ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِیْرًا ۟

૮૮. તમે તેમને કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો નથી લાવી શકતા, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય. info
التفاسير:

external-link copy
89 : 17

وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ ؗ— فَاَبٰۤی اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا ۟

૮૯. અમે તો આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણો અલગ અલગ રીતે વર્ણન કર્યા છે, પરંતુ વધારે પડતા લોકોએ તેનો સ્વીકાર ના કર્યો, બસ કુફર જ કરતા રહ્યા. info
التفاسير:

external-link copy
90 : 17

وَقَالُوْا لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰی تَفْجُرَ لَنَا مِنَ الْاَرْضِ یَنْۢبُوْعًا ۟ۙ

૯૦. તે લોકોએ કહ્યું કે અમે તમારા પર ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે ધરતી માંથી કોઈ ઝરણું વહેતું ન કરી દો. info
التفاسير:

external-link copy
91 : 17

اَوْ تَكُوْنَ لَكَ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّعِنَبٍ فَتُفَجِّرَ الْاَنْهٰرَ خِلٰلَهَا تَفْجِیْرًا ۟ۙ

૯૧. અથવા તમારા માટે ખજૂર અને દ્રાક્ષનો બગીચો હોય અને તેની વચ્ચે તમે ઘણી નહેરો વહાવી બતાવો. info
التفاسير:

external-link copy
92 : 17

اَوْ تُسْقِطَ السَّمَآءَ كَمَا زَعَمْتَ عَلَیْنَا كِسَفًا اَوْ تَاْتِیَ بِاللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ قَبِیْلًا ۟ۙ

૯૨. અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરી પાડી દો, જેવું કે તમારો વિચાર છે અથવા તમે અલ્લાહ તઆલાને અને ફરિશ્તાઓને અમારી સમક્ષ ઊભા કરી બતાવો. info
التفاسير:

external-link copy
93 : 17

اَوْ یَكُوْنَ لَكَ بَیْتٌ مِّنْ زُخْرُفٍ اَوْ تَرْقٰی فِی السَّمَآءِ ؕ— وَلَنْ نُّؤْمِنَ لِرُقِیِّكَ حَتّٰی تُنَزِّلَ عَلَیْنَا كِتٰبًا نَّقْرَؤُهٗ ؕ— قُلْ سُبْحَانَ رَبِّیْ هَلْ كُنْتُ اِلَّا بَشَرًا رَّسُوْلًا ۟۠

૯૩. અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર હોય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારા ચઢી જવાને ત્યાં સુધી નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ લઇને ન આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે તેમને જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે. info
التفاسير:

external-link copy
94 : 17

وَمَا مَنَعَ النَّاسَ اَنْ یُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰۤی اِلَّاۤ اَنْ قَالُوْۤا اَبَعَثَ اللّٰهُ بَشَرًا رَّسُوْلًا ۟

૯૪. લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી પણ તેમને ઇમાન લાવવાથી ફક્ત એ જ વાત રોકે છે કે શું અલ્લાહએ મનુષ્યને પયગંબર બનાવી મોકલ્યા છે? info
التفاسير:

external-link copy
95 : 17

قُلْ لَّوْ كَانَ فِی الْاَرْضِ مَلٰٓىِٕكَةٌ یَّمْشُوْنَ مُطْمَىِٕنِّیْنَ لَنَزَّلْنَا عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ مَلَكًا رَّسُوْلًا ۟

૯૫. તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા. info
التفاسير:

external-link copy
96 : 17

قُلْ كَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟

૯૬. તમે તેમને કહી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહની જ ગવાહી પુરતી છે. તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે જોવાવાળો છે. info
التفاسير: