ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
71 : 15

قَالَ هٰۤؤُلَآءِ بَنَاتِیْۤ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟ؕ

૭૧. લૂતે કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે. info
التفاسير:

external-link copy
72 : 15

لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ یَعْمَهُوْنَ ۟

૭૨. (હે નબી ﷺ) તમારી ઉંમરની કસમ! તે સમયે પોતાની મસ્તીમાં પાગલ બની ગયા હતા. info
التفاسير:

external-link copy
73 : 15

فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُشْرِقِیْنَ ۟ۙ

૭૩. બસ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા. info
التفاسير:

external-link copy
74 : 15

فَجَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهِمْ حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۟ؕ

૭૪. છેવટે અમે તે શહેરના ઉપરના ભાગને નીચે કરી દીધો અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા. info
التفاسير:

external-link copy
75 : 15

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْمُتَوَسِّمِیْنَ ۟

૭૫. ખરેખર બુદ્ધિશાળી લોકો માટે આ કિસ્સામાં ઘણી નિશાનીઓ છે. info
التفاسير:

external-link copy
76 : 15

وَاِنَّهَا لَبِسَبِیْلٍ مُّقِیْمٍ ۟

૭૬. આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી. info
التفاسير:

external-link copy
77 : 15

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّلْمُؤْمِنِیْنَ ۟ؕ

૭૭. અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે. info
التفاسير:

external-link copy
78 : 15

وَاِنْ كَانَ اَصْحٰبُ الْاَیْكَةِ لَظٰلِمِیْنَ ۟ۙ

૭૮. “અયકહ”ના લોકો પણ અત્યંત જાલિમ લોકો હતા. info
التفاسير:

external-link copy
79 : 15

فَانْتَقَمْنَا مِنْهُمْ ۘ— وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِیْنٍ ۟ؕ۠

૭૯. અમે તેમનાથી)પણ) બદલો લઈ લીધો અને આ બન્ને શહેરના સામાન્ય માર્ગ ઉપર રહેતા હતા. info
التفاسير:

external-link copy
80 : 15

وَلَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِیْنَ ۟ۙ

૮૦. અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા હતા. info
التفاسير:

external-link copy
81 : 15

وَاٰتَیْنٰهُمْ اٰیٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟ۙ

૮૧. અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા. info
التفاسير:

external-link copy
82 : 15

وَكَانُوْا یَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا اٰمِنِیْنَ ۟

૮૨. આ લોકો પર્વતોને કોતરીને ઘરો બનાવી, શાંતિપૂર્વક તેમાં રહેતા હતા. info
التفاسير:

external-link copy
83 : 15

فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُصْبِحِیْنَ ۟ۙ

૮૩. છેવટે સવારના સમયે તેઓને એક ધમાકાએ પકડી લીધા. info
التفاسير:

external-link copy
84 : 15

فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟ؕ

૮૪. અને જે કઈ (પથ્થરના ઘરો વગેરે) બનાવતા હતા, સહેજ પણ તેમના કામમાં ના આવ્યા. info
التفاسير:

external-link copy
85 : 15

وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ— وَاِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِیْلَ ۟

૮૫. અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓને યોગ્યતા પ્રમાણે પેદા કરી છે, અને કયામત જરૂર આવશે. એટલા માટે (હે નબી! આ કાફિરોની ભૂલો પર) તમે સારી રીતે તેમને દરગુજર કરી દો. . info
التفاسير:

external-link copy
86 : 15

اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ ۟

૮૬. નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને બધું જ જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
87 : 15

وَلَقَدْ اٰتَیْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِیْ وَالْقُرْاٰنَ الْعَظِیْمَ ۟

૮૭. નિ:શંક અમે તમને સાત આયતો એવી આપી રાખી છે, જેને વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે. info
التفاسير:

external-link copy
88 : 15

لَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَیْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِیْنَ ۟

૮૮. એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો. info
التفاسير:

external-link copy
89 : 15

وَقُلْ اِنِّیْۤ اَنَا النَّذِیْرُ الْمُبِیْنُ ۟ۚ

૮૯. અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે (અઝાબથી) સચેત કરનારો છું. info
التفاسير:

external-link copy
90 : 15

كَمَاۤ اَنْزَلْنَا عَلَی الْمُقْتَسِمِیْنَ ۟ۙ

૯૦. જેવું કે અમે (અઝાબ) તે મતભેદ કરનારાઓ પર ઉતાર્યો. info
التفاسير: