Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

Nomor Halaman:close

external-link copy
7 : 9

كَیْفَ یَكُوْنُ لِلْمُشْرِكِیْنَ عَهْدٌ عِنْدَ اللّٰهِ وَعِنْدَ رَسُوْلِهٖۤ اِلَّا الَّذِیْنَ عٰهَدْتُّمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ— فَمَا اسْتَقَامُوْا لَكُمْ فَاسْتَقِیْمُوْا لَهُمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَّقِیْنَ ۟

૭. અલ્લાહ અને રસૂલ સાથે મુશરિકોનો કરાર કઈ રીતે (ભરોસાપાત્ર) હોઈ શકે છે, તે લોકો સિવાય જેમણે મસ્જિદે હરામ પાસે તમારી સાથે કરાર કર્યો હતો, તો જ્યાં સુધી તમારી સાથે તેઓ સીધા રહ્યા, તમે પણ તેઓની સાથે સીધા જ રહો, અલ્લાહ ખરેખર પરહેજગાર લોકોને પસંદ કરે છે. info
التفاسير:

external-link copy
8 : 9

كَیْفَ وَاِنْ یَّظْهَرُوْا عَلَیْكُمْ لَا یَرْقُبُوْا فِیْكُمْ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— یُرْضُوْنَكُمْ بِاَفْوَاهِهِمْ وَتَاْبٰی قُلُوْبُهُمْ ۚ— وَاَكْثَرُهُمْ فٰسِقُوْنَ ۟ۚ

૮. તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે. info
التفاسير:

external-link copy
9 : 9

اِشْتَرَوْا بِاٰیٰتِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا فَصَدُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ— اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૯. તેઓએ અલ્લાહની આયતોને નજીવા દરે વેચી નાખી અને પછી લોકોને અલ્લાહના માર્ગથી રોકતા રહ્યા, ઘણું જ ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
10 : 9

لَا یَرْقُبُوْنَ فِیْ مُؤْمِنٍ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُعْتَدُوْنَ ۟

૧૦. આ લોકો તો મોમિનની કોઈ બાબતમાં ન તો કોઈ સબંધનો ખ્યાલ કરતા હોય છે અને ન તો કરારનો ખ્યાલ રાખતા હોય છે, અને આ લોકો જ હદ વટાવવામાં ખૂબ આગળ વધી રહ્યા છે. info
التفاسير:

external-link copy
11 : 9

فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ ؕ— وَنُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

૧૧. હજુ પણ આ લોકો તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા દીની ભાઇ છે, અમે અમારા આદેશોને તે લોકો માટે સ્પષ્ટ વર્ણન કરીએ છીએ, જેઓ ઇલમ ધરાવે છે. info
التفاسير:

external-link copy
12 : 9

وَاِنْ نَّكَثُوْۤا اَیْمَانَهُمْ مِّنْ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوْا فِیْ دِیْنِكُمْ فَقَاتِلُوْۤا اَىِٕمَّةَ الْكُفْرِ ۙ— اِنَّهُمْ لَاۤ اَیْمَانَ لَهُمْ لَعَلَّهُمْ یَنْتَهُوْنَ ۟

૧૨. જો આ લોકો કરાર અને સમાધાન કર્યા પછી પણ પોતાની કસમોને તોડી દે અને તમારા દીન વિશે મેણા-ટોણાં મારે તો તમે પણ તે કાફિરોના સરદારો સાથે લડાઇ કરો, તેમની કસમોનું કોઈ અસ્તિત્વ નથી, (અને એટલા માટે પણ યુદ્ધ કરો) કે તેઓ બધું છોડી દે. info
التفاسير:

external-link copy
13 : 9

اَلَا تُقَاتِلُوْنَ قَوْمًا نَّكَثُوْۤا اَیْمَانَهُمْ وَهَمُّوْا بِاِخْرَاجِ الرَّسُوْلِ وَهُمْ بَدَءُوْكُمْ اَوَّلَ مَرَّةٍ ؕ— اَتَخْشَوْنَهُمْ ۚ— فَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشَوْهُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૩. તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે લોકોએ પોતાની કસમોને તોડી નાખી અને તે લોકો જ પયગંબરને દેશનિકાલ કરવા માટેની ચિંતા કરે છે અને યુદ્ધની શરૂઆત તે લોકોએ જ કરી છે, શું તમે તેમનાથી ડરી રહ્યા છો? જો કે અલ્લાહ એ વાતનો વધારે અધિકાર ધરાવે છે કે તમે તેનાથી ડરો, જો તમે મોમિન હોય. info
التفاسير: