Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

Nomor Halaman:close

external-link copy
160 : 26

كَذَّبَتْ قَوْمُ لُوْطِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
161 : 26

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા? info
التفاسير:

external-link copy
162 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
163 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
164 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. info
التفاسير:

external-link copy
165 : 26

اَتَاْتُوْنَ الذُّكْرَانَ مِنَ الْعٰلَمِیْنَ ۟ۙ

૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો. info
التفاسير:

external-link copy
166 : 26

وَتَذَرُوْنَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِّنْ اَزْوَاجِكُمْ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ عٰدُوْنَ ۟

૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો. info
التفاسير:

external-link copy
167 : 26

قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰلُوْطُ لَتَكُوْنَنَّ مِنَ الْمُخْرَجِیْنَ ۟

૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
168 : 26

قَالَ اِنِّیْ لِعَمَلِكُمْ مِّنَ الْقَالِیْنَ ۟ؕ

૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું. info
التفاسير:

external-link copy
169 : 26

رَبِّ نَجِّنِیْ وَاَهْلِیْ مِمَّا یَعْمَلُوْنَ ۟

૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે info
التفاسير:

external-link copy
170 : 26

فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِیْنَ ۟ۙ

૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા. info
التفاسير:

external-link copy
171 : 26

اِلَّا عَجُوْزًا فِی الْغٰبِرِیْنَ ۟ۚ

૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ. info
التفاسير:

external-link copy
172 : 26

ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِیْنَ ۟ۚ

૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા. info
التفاسير:

external-link copy
173 : 26

وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ۚ— فَسَآءَ مَطَرُ الْمُنْذَرِیْنَ ۟

૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો. info
التفاسير:

external-link copy
174 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
175 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ. info
التفاسير:

external-link copy
176 : 26

كَذَّبَ اَصْحٰبُ لْـَٔیْكَةِ الْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
177 : 26

اِذْ قَالَ لَهُمْ شُعَیْبٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી. info
التفاسير:

external-link copy
178 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
179 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
180 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે. info
التفاسير:

external-link copy
181 : 26

اَوْفُوا الْكَیْلَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُخْسِرِیْنَ ۟ۚ

૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો. info
التفاسير:

external-link copy
182 : 26

وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ۟ۚ

૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો. info
التفاسير:

external-link copy
183 : 26

وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟ۚ

૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો. info
التفاسير: