કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

અન્ નાઝિઆત

external-link copy
1 : 79

وَالنّٰزِعٰتِ غَرْقًا ۟ۙ

૧. કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે. info
التفاسير:

external-link copy
2 : 79

وَّالنّٰشِطٰتِ نَشْطًا ۟ۙ

૨. અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે. info
التفاسير:

external-link copy
3 : 79

وَّالسّٰبِحٰتِ سَبْحًا ۟ۙ

૩. અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે. info
التفاسير:

external-link copy
4 : 79

فَالسّٰبِقٰتِ سَبْقًا ۟ۙ

૪. પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ! info
التفاسير:

external-link copy
5 : 79

فَالْمُدَبِّرٰتِ اَمْرًا ۟ۘ

૫. પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે. info
التفاسير:

external-link copy
6 : 79

یَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ۟ۙ

૬. જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે. info
التفاسير:

external-link copy
7 : 79

تَتْبَعُهَا الرَّادِفَةُ ۟ؕ

૭. ત્યારપછી એકબીજો ઝટકો આવશે. info
التفاسير:

external-link copy
8 : 79

قُلُوْبٌ یَّوْمَىِٕذٍ وَّاجِفَةٌ ۟ۙ

૮. તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે. info
التفاسير:

external-link copy
9 : 79

اَبْصَارُهَا خَاشِعَةٌ ۟ۘ

૯. તેમની આંખો ઝુકેલી હશે. info
التفاسير:

external-link copy
10 : 79

یَقُوْلُوْنَ ءَاِنَّا لَمَرْدُوْدُوْنَ فِی الْحَافِرَةِ ۟ؕ

૧૦. તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું? info
التفاسير:

external-link copy
11 : 79

ءَاِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ۟ؕ

૧૧. તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું? info
التفاسير:

external-link copy
12 : 79

قَالُوْا تِلْكَ اِذًا كَرَّةٌ خَاسِرَةٌ ۟ۘ

૧૨. કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે. info
التفاسير:

external-link copy
13 : 79

فَاِنَّمَا هِیَ زَجْرَةٌ وَّاحِدَةٌ ۟ۙ

૧૩. સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે. info
التفاسير:

external-link copy
14 : 79

فَاِذَا هُمْ بِالسَّاهِرَةِ ۟ؕ

૧૪. તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે. info
التفاسير:

external-link copy
15 : 79

هَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰی ۟ۘ

૧૫. શું તમને મૂસા ની વાત પહોંચી છે? info
التفاسير:

external-link copy
16 : 79

اِذْ نَادٰىهُ رَبُّهٗ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًی ۟ۚ

૧૬. જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો. info
التفاسير: