કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

external-link copy
31 : 74

وَمَا جَعَلْنَاۤ اَصْحٰبَ النَّارِ اِلَّا مَلٰٓىِٕكَةً ۪— وَّمَا جَعَلْنَا عِدَّتَهُمْ اِلَّا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا ۙ— لِیَسْتَیْقِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَیَزْدَادَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِیْمَانًا وَّلَا یَرْتَابَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْمُؤْمِنُوْنَ ۙ— وَلِیَقُوْلَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْكٰفِرُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَمَا یَعْلَمُ جُنُوْدَ رَبِّكَ اِلَّا هُوَ ؕ— وَمَا هِیَ اِلَّا ذِكْرٰی لِلْبَشَرِ ۟۠

૩૧. અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે. info
التفاسير: