કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

પેજ નંબર:close

external-link copy
58 : 7

وَالْبَلَدُ الطَّیِّبُ یَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ— وَالَّذِیْ خَبُثَ لَا یَخْرُجُ اِلَّا نَكِدًا ؕ— كَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّشْكُرُوْنَ ۟۠

૫૮. અને જે ફળદ્રુપ ધરતી હોય છે તેની ઊપજ તો અલ્લાહના આદેશથી ખૂબ હોય છે અને જે ખરાબ ધરતી હોય છે, તેની ઊપજ ઘણી જ ઓછી હોય છે, આવી જ રીતે અમે દલીલોનું અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, તે લોકો માટે જે આભાર માને છે. info
التفاسير:

external-link copy
59 : 7

لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟

૫૯. અમે નૂહને તેમની કોમ તરફ મોકલ્યા, તો તેમણે કહ્યું હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, મને તમારા માટે એક મોટા દિવસની અઝાબનો ભય છે. info
التفاسير:

external-link copy
60 : 7

قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

૬૦. તેમની કોમના આગેવાનોએ કહ્યું કે અમે તો તમને જ સ્પષ્ટ ગુમરાહીમાં જોઇ રહ્યા છીએ. info
التفاسير:

external-link copy
61 : 7

قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ ضَلٰلَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟

૬૧. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! હું તો જરા પણ ગુમરાહ નથી, પરંતુ હું તો સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું. info
التفاسير:

external-link copy
62 : 7

اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَاَنْصَحُ لَكُمْ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

૬૨. હું તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડું છું અને તમારા માટે ભલાઈ ઇચ્છું છું અને હું અલ્લાહ તરફથી તે કાર્યોની જાણ રાખું છું જેનાથી તમે અજાણ છો. info
التفاسير:

external-link copy
63 : 7

اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰی رَجُلٍ مِّنْكُمْ لِیُنْذِرَكُمْ وَلِتَتَّقُوْا وَلَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟

૬૩. અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારી તરફ નસીહત તમારા પાલનહાર તરફથી એક એવા વ્યક્તિ દ્વારા આવી, જે તમારા માંથી જ છે? જેથી તે તમને (ખરાબ પરિણામથી) ડરાવે, અને તમે અવજ્ઞાકારી કરવાથી બચો અને તમારા પર રહેમ કરવામાં આવે. info
التفاسير:

external-link copy
64 : 7

فَكَذَّبُوْهُ فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ فِی الْفُلْكِ وَاَغْرَقْنَا الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا عَمِیْنَ ۟۠

૬૪. તો તે લોકો નૂહને જુઠલાવતા જ રહ્યા, તો અમે નૂહને અને તેઓને જે તેમની સાથે વહાણમાં હતા, બચાવી લીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી, તેઓને અમે ડુબાડી દીધા, નિ:શંક તે લોકો આંધળા બની ગયા હતા. info
التفاسير:

external-link copy
65 : 7

وَاِلٰی عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟

૬૫. અને અમે આદ નામની કોમ તરફ તેમના ભાઈ હૂદને મોકલ્યા, તેઓએ કહ્યું હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તો શું તમે (અલ્લાહથી) ડરતા નથી? info
التفاسير:

external-link copy
66 : 7

قَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ سَفَاهَةٍ وَّاِنَّا لَنَظُنُّكَ مِنَ الْكٰذِبِیْنَ ۟

૬૬. તેઓની કોમના કાફિર આગેવાનઓએ કહ્યું, અમે તમને મંદબુદ્ધિના જોઇ રહ્યા છે, અને અમે તમને ખરેખર જુઠ્ઠા લોકોમાં સમજી રહ્યા છીએ. info
التفاسير:

external-link copy
67 : 7

قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ سَفَاهَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟

૬૭. (હૂદ એ) કહ્યું કે હે મારી કોમ! હું થોડો પણ મંદબુદ્ધિનો નથી, પરંતુ હું પાલનહાર તરફથી અવતરિત કરેલ પયગંબર છું. info
التفاسير: