કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

પેજ નંબર:close

external-link copy
36 : 6

اِنَّمَا یَسْتَجِیْبُ الَّذِیْنَ یَسْمَعُوْنَ ؔؕ— وَالْمَوْتٰی یَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَیْهِ یُرْجَعُوْنَ ۟

૩૬. વાત તો તે લોકો જ માને છે, જેઓ (દિલના કાન વડે) સાંભળે છે અને મૃતકોને અલ્લાહ જીવિત કરીને ઉઠાવશે, પછી બધા અલ્લાહ તરફ જ લાવવામાં આવશે. info
التفاسير:

external-link copy
37 : 6

وَقَالُوْا لَوْلَا نُزِّلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰۤی اَنْ یُّنَزِّلَ اٰیَةً وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

૩૭. અને આ લોકો કહે છે કે અમારા પર અમારા પાલનહાર તરફથી કોઈ મુઅજિઝો કેમ ઉતારવામાં નથી આવ્યો, તમે તેમને કહી દો કે મૂઅજિઝો તો ફક્ત અલ્લાહ જ ઉતારી શકે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો અજાણ છે. info
التفاسير:

external-link copy
38 : 6

وَمَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ وَلَا طٰٓىِٕرٍ یَّطِیْرُ بِجَنَاحَیْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْ ؕ— مَا فَرَّطْنَا فِی الْكِتٰبِ مِنْ شَیْءٍ ثُمَّ اِلٰی رَبِّهِمْ یُحْشَرُوْنَ ۟

૩૮. અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
39 : 6

وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا صُمٌّ وَّبُكْمٌ فِی الظُّلُمٰتِ ؕ— مَنْ یَّشَاِ اللّٰهُ یُضْلِلْهُ ؕ— وَمَنْ یَّشَاْ یَجْعَلْهُ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

૩૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, તે તો અંધકારમાં બહેરા અને મૂંગા થઇ રહ્યા છે, અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્ય માર્ગદર્શન આપી દે. info
التفاسير:

external-link copy
40 : 6

قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ اَوْ اَتَتْكُمُ السَّاعَةُ اَغَیْرَ اللّٰهِ تَدْعُوْنَ ۚ— اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૪૦. તમે તેમને કહી દો કે જો તમારા પર અલ્લાહનો અઝાબ આવી પહોંચે અથવા કયામતનો દિવસ આવી જાય તો તે સમયે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને પોકારશો? બોલો જો તમે સાચા હોવ. info
التفاسير:

external-link copy
41 : 6

بَلْ اِیَّاهُ تَدْعُوْنَ فَیَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَیْهِ اِنْ شَآءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ ۟۠

૪૧. પરંતુ તે સમયે ફક્ત અલ્લાને જ પોકારશો, પછી જે તકલીફના કારણે તમે તેને પોકારી રહ્યા છો, જો તે ઇચ્છશે તો તેને દૂર પણ કરી દે છે, તે સમયે તમે જેને ભાગીદાર ઠહેરાવો છો તેમને ભૂલી જાઓ છો. . info
التفاسير:

external-link copy
42 : 6

وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَتَضَرَّعُوْنَ ۟

૪૨. તમારા પહેલા અમે ઘણી કોમ તરફ પયગંબર મોકલી ચુક્યા છે, પછી (જ્યારે લોકોએ નાફરમાની કરી તો) અમે તેમને સખતી અને તકલીફમાં નાખી દીધા, જેથી તેઓ આજીજી સાથે દુઆ કરે. info
التفاسير:

external-link copy
43 : 6

فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૪૩. પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો તો આજીજી કેમ ન કરી? પરંતુ તેમના દિલ તો વધારે સખત થઈ ગયા, અને જે કામ તેઓ કરી રહ્યા હતા, શેતાને તે કામ તેમને સુંદર બનાવી તેમને બતાવ્યું. info
التفاسير:

external-link copy
44 : 6

فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَیْهِمْ اَبْوَابَ كُلِّ شَیْءٍ ؕ— حَتّٰۤی اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ ۟

૪૪. પછી અમે જે નસીહત કરી હતી તે નસીહત તેઓએ ભુલાવી દીધી તો અમે તેમના પર (ખુશહાલી)ના દ્વાર ખોલી નાખ્યા, અહીં સુધી કે જે કઈ અમે તેમને આપ્યું હતી તેમાં મસ્ત થઈ ગયા, તો અમે તેમને અચાનક પકડી લીધા. તેઓ (દરેક ભલાઈથી નિરાશ થઈ ગયા) info
التفاسير: