કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

external-link copy
9 : 59

وَالَّذِیْنَ تَبَوَّءُو الدَّارَ وَالْاِیْمَانَ مِنْ قَبْلِهِمْ یُحِبُّوْنَ مَنْ هَاجَرَ اِلَیْهِمْ وَلَا یَجِدُوْنَ فِیْ صُدُوْرِهِمْ حَاجَةً مِّمَّاۤ اُوْتُوْا وَیُؤْثِرُوْنَ عَلٰۤی اَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۫ؕ— وَمَنْ یُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟ۚ

૯. (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે લોકોનો હક છે, જે પહેલાથી જ ઇમાન લાવીચુક્યા હતા અને અહિયા (મદીનામાં) રહેતા હતા, જે લોકો હિજરત કરી તેમની પાસે આવે તેમનાથી મુહબ્બત કરે છ અને જે કઈ તેમને (હિજરત કરનારને) આપવામાં આવે, તેઓ પોતાના હૃદયોમાં (લેવાની) કઈ ઈચ્છા નથી રાખતા અને તેઓ તેમને પોતાના પર પ્રાથમિકતા આપે છે, ભલેને પોતે ભૂખ્યા કેમ ન હોય અને જે વ્યક્તિ પોતાના નફસની લાલચથી બચાવી લેવામાં આવ્યો તો આવા જ લોકો સફળ છે. info
التفاسير: