કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

પેજ નંબર:close

external-link copy
51 : 28

وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟ؕ

૫૧. અને અમે સતત લોકો માટે (નસીહતની) વાતો ઉતારતા રહ્યા, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે. info
التفاسير:

external-link copy
52 : 28

اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ مِنْ قَبْلِهٖ هُمْ بِهٖ یُؤْمِنُوْنَ ۟

૫૨. જેમને અમે આ પહેલા કિતાબ (તૌરાત) આપી હતી, તે લોકો જ આ (કુરઆન) પર પણ ઈમાન ધરાવે છે. info
التفاسير:

external-link copy
53 : 28

وَاِذَا یُتْلٰی عَلَیْهِمْ قَالُوْۤا اٰمَنَّا بِهٖۤ اِنَّهُ الْحَقُّ مِنْ رَّبِّنَاۤ اِنَّا كُنَّا مِنْ قَبْلِهٖ مُسْلِمِیْنَ ۟

૫૩. અને જ્યારે તેની આયતો તેમની સમક્ષ પઢવામાં આવે છે તો તેઓ કહી દે છે, અમે આના પર ઈમાન લાવ્યા, ખરેખર આ સાચી કિતાબ છે, જે અમારા પાલનહાર તરફથી આવી છે, અમે તો પહેલાથી જ આ કિતાબને માનતા હતા. info
التفاسير:

external-link copy
54 : 28

اُولٰٓىِٕكَ یُؤْتَوْنَ اَجْرَهُمْ مَّرَّتَیْنِ بِمَا صَبَرُوْا وَیَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّیِّئَةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟

૫૪. આવા લોકોને જ તેમનો સવાબ બમણું વળતર આપવામાં આવશે, તે ધીરજના બદલામાં, જે તેમણે બતાવી છે, તેઓ બુરાઈનો જવાબ ભલાઈથી આપે છે અને જ કઈ અમે તેમને આપી રાખ્યું છે, તેમાંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, info
التفاسير:

external-link copy
55 : 28

وَاِذَا سَمِعُوا اللَّغْوَ اَعْرَضُوْا عَنْهُ وَقَالُوْا لَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ؗ— سَلٰمٌ عَلَیْكُمْ ؗ— لَا نَبْتَغِی الْجٰهِلِیْنَ ۟

૫૫. અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને કહી દે છે કે અમારા કાર્યો અમારા માટે અને તમારા માટે તમારા કાર્યો . તમારા પર સલામતી થાય, અમે જાહિલ લોકો સાથે (તકરાર) કરવા નથી ઇચ્છતા. info
التفاسير:

external-link copy
56 : 28

اِنَّكَ لَا تَهْدِیْ مَنْ اَحْبَبْتَ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ۚ— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟

૫૬. (હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે. હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير:

external-link copy
57 : 28

وَقَالُوْۤا اِنْ نَّتَّبِعِ الْهُدٰی مَعَكَ نُتَخَطَّفْ مِنْ اَرْضِنَا ؕ— اَوَلَمْ نُمَكِّنْ لَّهُمْ حَرَمًا اٰمِنًا یُّجْبٰۤی اِلَیْهِ ثَمَرٰتُ كُلِّ شَیْءٍ رِّزْقًا مِّنْ لَّدُنَّا وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

૫૭. કાફિર લોકો કહે છે કે જો અમે તમારી સાથે મળી સત્ય માર્ગનું અનુસરણ કરવા લાગીએ તો અમને અમારા શહેર માંથી કાઢી મૂકવામાં આવશે, શું અમે તેમને શાંત અને પવિત્ર શહેરમાં જગ્યા નથી આપી? જ્યાં દરેક પ્રકારના ફળો મળી આવે છે, જે અમારી પાસે રોજી માટે છે, પરંતુ તેમના માંથી ઘણા લોકો કંઇ જાણતા નથી. info
التفاسير:

external-link copy
58 : 28

وَكَمْ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ بَطِرَتْ مَعِیْشَتَهَا ۚ— فَتِلْكَ مَسٰكِنُهُمْ لَمْ تُسْكَنْ مِّنْ بَعْدِهِمْ اِلَّا قَلِیْلًا ؕ— وَكُنَّا نَحْنُ الْوٰرِثِیْنَ ۟

૫૮. અને અમે ઘણી તે વસ્તીઓ નષ્ટ કરી દીધી, જેઓ પોતાના મોજશોખ પર ઇતરાવા લાગી હતી, આ છે તેમની રહેવાની જગ્યાઓ, તેમના પછી થોડાક જ ઘર એવા છે, જે આબાદ થયા, અને અમે જ દરેક વસ્તુના વારસદાર છે. info
التفاسير:

external-link copy
59 : 28

وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرٰی حَتّٰی یَبْعَثَ فِیْۤ اُمِّهَا رَسُوْلًا یَّتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۚ— وَمَا كُنَّا مُهْلِكِی الْقُرٰۤی اِلَّا وَاَهْلُهَا ظٰلِمُوْنَ ۟

૫૯. તમારો પાલનહાર કોઈ વસ્તીને ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં સુધી કે તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો પયગંબર ન મોકલે, જે તેમને અમારી આયતો પઢીને સંભળાવે અને અમે એવી વસ્તીઓને નષ્ટ કરીએ છીએ જેના રહેવાસીઓ જાલિમ હોય. info
التفاسير: