કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

પેજ નંબર:close

external-link copy
238 : 2

حٰفِظُوْا عَلَی الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الْوُسْطٰی ۗ— وَقُوْمُوْا لِلّٰهِ قٰنِتِیْنَ ۟

૨૩૮. નમાઝોની પાબંદી કરો, ખાસ કરીને વચ્ચેની નમાઝની અને અલ્લાહ તઆલા માટે અદબ સાથે ઉભા રહો. info
التفاسير:

external-link copy
239 : 2

فَاِنْ خِفْتُمْ فَرِجَالًا اَوْ رُكْبَانًا ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ فَاذْكُرُوا اللّٰهَ كَمَا عَلَّمَكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ۟

૨૩૯. જો તમને ભય હોય (જેમનું શક્ય હોય, નમાઝ પઢી લો) ભલેને તમે ચાલતા હોય અથવા સવારી પર હોય, હાઁ જ્યારે શાંતિ થઇ જાય તો અલ્લાહના નામના એવી રીતે યાદ કરો, જેવી રીતે કે તેણે તમને આ વાતની શીક્ષા આપી જેને તમે નહતા જાણતા. info
التفاسير:

external-link copy
240 : 2

وَالَّذِیْنَ یُتَوَفَّوْنَ مِنْكُمْ وَیَذَرُوْنَ اَزْوَاجًا ۖۚ— وَّصِیَّةً لِّاَزْوَاجِهِمْ مَّتَاعًا اِلَی الْحَوْلِ غَیْرَ اِخْرَاجٍ ۚ— فَاِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْ مَا فَعَلْنَ فِیْۤ اَنْفُسِهِنَّ مِنْ مَّعْرُوْفٍ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟

૨૪૦. જે લોકો તમારા માંથી મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય, તે વસિય્યત કરે કે એક વર્ષ સુધી તેમનો ખર્ચ આપવામાં આવશે, તેણીઓને ઘરમાંથી કાઢવામાં ન આવે, જો તેણીઓના વિચારમાં પોતાના માટે કોઈ સારો ઉપાય હોય અને તે પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઇ ગુનોહ નથી, અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
241 : 2

وَلِلْمُطَلَّقٰتِ مَتَاعٌ بِالْمَعْرُوْفِ ؕ— حَقًّا عَلَی الْمُتَّقِیْنَ ۟

૨૪૧. તલાકવાળી સ્ત્રીઓને સારી રીતે વળતર આપી રુખસ્ત કરવી જોઈએ અને આ વાત પરહેજગાર માટે અત્યંત જરૂરી છે. info
التفاسير:

external-link copy
242 : 2

كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟۠

૨૪૨. અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાની આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે સમજી શકો. info
التفاسير:

external-link copy
243 : 2

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ خَرَجُوْا مِنْ دِیَارِهِمْ وَهُمْ اُلُوْفٌ حَذَرَ الْمَوْتِ ۪— فَقَالَ لَهُمُ اللّٰهُ مُوْتُوْا ۫— ثُمَّ اَحْیَاهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟

૨૪૩. શું તમે તેઓને જોયા નથી, જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરો માંથી નીકળી ગયા હતા, અલ્લાહ તઆલાએ તેઓને કહ્યું મરી જાવ, (તે રસ્તામાં જ મૃત્યું પામ્યાં) પછી અલ્લાહ તઆલા તેઓને તેઓને જીવિત કરી દીધા, નિઃશંક અલ્લાહ તઆલા લોકો પર ઘણો જ કૃપાળુ છે, પરંતુ વધુ લોકો કૃતઘ્ની છે. info
التفاسير:

external-link copy
244 : 2

وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟

૨૪૪. અલ્લાહના માર્ગમાં જિહાદ કરો અને જાણી લો કે અલ્લાહ તઆલા દરેકની સાંભળવાવાળો અને સંપૂર્ણ જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
245 : 2

مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗۤ اَضْعَافًا كَثِیْرَةً ؕ— وَاللّٰهُ یَقْبِضُ وَیَبْصُۜطُ ۪— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟

૨૪૫. કોણ છે, જે તઆલાને સારૂં ઉધાર આપે, તો! અલ્લાહ તઆલા તેને ઘણુ જ વધારીને પરત કરે, અને અલ્લાહ જ (લોકોની રોજી) તંગ અને વિસ્તૃત કરે છે, અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. info
التفاسير: