કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી

પેજ નંબર:close

external-link copy
89 : 11

وَیٰقَوْمِ لَا یَجْرِمَنَّكُمْ شِقَاقِیْۤ اَنْ یُّصِیْبَكُمْ مِّثْلُ مَاۤ اَصَابَ قَوْمَ نُوْحٍ اَوْ قَوْمَ هُوْدٍ اَوْ قَوْمَ صٰلِحٍ ؕ— وَمَا قَوْمُ لُوْطٍ مِّنْكُمْ بِبَعِیْدٍ ۟

૮૯. અને હે મારી કોમના લોકો! એવું ન થાય કે તમને મારો વિરોધ તે મુસીબત માટેનું કારણ બનાવી દે, જે નૂહ, હૂદ અને સાલિહની કોમના લોકો પર પહોંચી અને લૂતની કોમના લોકો તો તમારા કરતા દૂર ન હતા. info
التفاسير:

external-link copy
90 : 11

وَاسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ ؕ— اِنَّ رَبِّیْ رَحِیْمٌ وَّدُوْدٌ ۟

૯૦. તમે પોતાના પાલનહાર પાસે માફી માંગો અને તેની તરફ તૌબા કરો, નિ:શંક મારો પાલનહાર ખૂબ જ દયા કરવાવાળો અને (પોતાના સર્જનીઓ) સાથે જ મુહબ્બત કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
91 : 11

قَالُوْا یٰشُعَیْبُ مَا نَفْقَهُ كَثِیْرًا مِّمَّا تَقُوْلُ وَاِنَّا لَنَرٰىكَ فِیْنَا ضَعِیْفًا ۚ— وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنٰكَ ؗ— وَمَاۤ اَنْتَ عَلَیْنَا بِعَزِیْزٍ ۟

૯૧. તેઓ કહેવા લાગ્યા કે હે શુઐબ! તારી વધારે પડતી વાતો તો અમે સમજતા જ નથી, અને અમે તો તને અમારામાં ઘણો જ અશક્ત જોઇ રહ્યા છે. જો (અમે) તારા ખાનદાન વિશે ન વિચારતા તો તને પથ્થરો મારી નષ્ટ કરી દેતા અને અમે તને કોઈ પ્રભુત્વશાળી વ્યક્તિ નથી ગણતા. info
التفاسير:

external-link copy
92 : 11

قَالَ یٰقَوْمِ اَرَهْطِیْۤ اَعَزُّ عَلَیْكُمْ مِّنَ اللّٰهِ ؕ— وَاتَّخَذْتُمُوْهُ وَرَآءَكُمْ ظِهْرِیًّا ؕ— اِنَّ رَبِّیْ بِمَا تَعْمَلُوْنَ مُحِیْطٌ ۟

૯૨. તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! શું તમારી દૃષ્ટિએ મારા ખાનદાનના લોકો અલ્લાહ કરતા પણ વધારે પ્રતિષ્ઠિત છે, કે તમે તેને પીઠ પાછળ નાંખી દીધી છે, નિ:શંક મારો પાલનહાર જે કંઈ પણ તમે કરી રહ્યા છો દરેકને ઘેરાવમાં રાખેલ છે. info
التفاسير:

external-link copy
93 : 11

وَیٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ؕ— سَوْفَ تَعْلَمُوْنَ ۙ— مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَمَنْ هُوَ كَاذِبٌ ؕ— وَارْتَقِبُوْۤا اِنِّیْ مَعَكُمْ رَقِیْبٌ ۟

૯૩. હે મારી કોમના લોકો! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, હું પણ મારી જગ્યાએ કર્મો કરી રહ્યો છું, તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર અપમાનિત કરી દેનારો અઝાબ અએ છે? અને કોણ છે, જે જૂઠ્ઠો છે? તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું. info
التفاسير:

external-link copy
94 : 11

وَلَمَّا جَآءَ اَمْرُنَا نَجَّیْنَا شُعَیْبًا وَّالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَاَخَذَتِ الَّذِیْنَ ظَلَمُوا الصَّیْحَةُ فَاَصْبَحُوْا فِیْ دِیَارِهِمْ جٰثِمِیْنَ ۟ۙ

૯૪. જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો અમે શુઐબને અને તેમની સાથે (દરેક) ઇમાનવાળાઓને પોતાની ખાસ કૃપા વડે બચાવી લીધા અને અત્યાચારીઓને સખત ચીસ વડે નષ્ટ કરી દીધા અને તે લોકો પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા. info
التفاسير:

external-link copy
95 : 11

كَاَنْ لَّمْ یَغْنَوْا فِیْهَا ؕ— اَلَا بُعْدًا لِّمَدْیَنَ كَمَا بَعِدَتْ ثَمُوْدُ ۟۠

૯૫. જાણે કે તેઓ તે ઘરોમાં રહેતા જ ન હતા, સચેત રહો! મદયનના લોકો માટે પણ એવી જ લઅનત થઇ, જે જેવી લઅનત ષમૂદના લોકો માટે થઇ. info
التفاسير:

external-link copy
96 : 11

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ

૯૬. અને નિ:શંક અમે જ મૂસાને અમારા મુઅજિઝહ અને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા હતાં. info
التفاسير:

external-link copy
97 : 11

اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَاتَّبَعُوْۤا اَمْرَ فِرْعَوْنَ ۚ— وَمَاۤ اَمْرُ فِرْعَوْنَ بِرَشِیْدٍ ۟

૯૭. ફિરઔન અને તેના સરદારો પાસે, તો પણ તે લોકોએ ફિરઔનના આદેશોનું અનુસરણ કર્યું અને ફિરઔનનો કોઈ આદેશ બરાબર ન હતો. info
التفاسير: