Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo ngoo e haala Gujarati - Rabila Al-Umry.

Tonngoode hello ngoo:close

external-link copy
32 : 5

مِنْ اَجْلِ ذٰلِكَ ؔۛۚ— كَتَبْنَا عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ اَنَّهٗ مَنْ قَتَلَ نَفْسًا بِغَیْرِ نَفْسٍ اَوْ فَسَادٍ فِی الْاَرْضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیْعًا ؕ— وَمَنْ اَحْیَاهَا فَكَاَنَّمَاۤ اَحْیَا النَّاسَ جَمِیْعًا ؕ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِالْبَیِّنٰتِ ؗ— ثُمَّ اِنَّ كَثِیْرًا مِّنْهُمْ بَعْدَ ذٰلِكَ فِی الْاَرْضِ لَمُسْرِفُوْنَ ۟

૩૨. આ કારણે અમે બની ઇસ્રાઇલ માટે (તૌરાતમાં) લખી દીધું હતું કે જે વ્યક્તિ કોઇને વગર કારણે કતલ કરે અથવા તો ધરતી પર ફસાદ ઉભો કરવા માટે કતલ કર્યું તો જાણે કે તેણે સમગ્ર માનવજાતિની હત્યા કરી, અને જે વ્યક્તિ કોઇ એકના પ્રાણ બચાવી લે તો તેણે જાણે કે સમગ્ર માનવજાતિને જીવન પ્રદાન કર્યું, અને તેઓની પાસે અમારા ઘણા જ પયગંબરો સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, તો પણ તેઓ માંથી વધારે પડતા લોકો ધરતી પર અત્યાચાર અને અતિરેક કરનારાઓ જ રહ્યા. info
التفاسير:

external-link copy
33 : 5

اِنَّمَا جَزٰٓؤُا الَّذِیْنَ یُحَارِبُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَیَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا اَنْ یُّقَتَّلُوْۤا اَوْ یُصَلَّبُوْۤا اَوْ تُقَطَّعَ اَیْدِیْهِمْ وَاَرْجُلُهُمْ مِّنْ خِلَافٍ اَوْ یُنْفَوْا مِنَ الْاَرْضِ ؕ— ذٰلِكَ لَهُمْ خِزْیٌ فِی الدُّنْیَا وَلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟ۙ

૩૩. જે લોકો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સાથે લડાઇ કરશે અને ધરતી પર અતિરેક કરતા ફરશે, તેમની સજા એ જ હોઈ શકે છે કે તેમને કતલ કરી દેવામાં આવે અથવા ફાંસીએ લટકાવી દેવામાં આવે, અથવા વિરુદ્ધ દિશાથી તેઓના હાથ-પગ કાપી નાંખવામાં આવે, અથવા તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવે, આ તો તેઓ માટે દુનિયાના જીવનનું અપમાન અને આખિરતમાં તેઓ માટે સખત અઝાબ છે. info
التفاسير:

external-link copy
34 : 5

اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ قَبْلِ اَنْ تَقْدِرُوْا عَلَیْهِمْ ۚ— فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

૩૪. તમારા કાબુ કરતા પહેલા જો તે લોકો તૌબા કરી લે (તેમને આ સજા આપવામાં નહીં આવે) તમને જાણ હોવી જોઈએ કે અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે. info
التفاسير:

external-link copy
35 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابْتَغُوْۤا اِلَیْهِ الْوَسِیْلَةَ وَجَاهِدُوْا فِیْ سَبِیْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟

૩૫. હે ઇમાનવાળાઓ! અલ્લાહ તઆલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જિહાદ કરો, જેથી તમે સફળ થઈ જાવ. info
التفاسير:

external-link copy
36 : 5

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لِیَفْتَدُوْا بِهٖ مِنْ عَذَابِ یَوْمِ الْقِیٰمَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

૩૬. જે લોકો કાફિર છે, જો તેઓ ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તેમની પાસે હોય અથવા તેના જેટલું જ બીજું હોય, અને જો તેઓ આ બધું જ આપી કયામતના દિવસે થનારા અઝાબથી છુટકારો મેળવવા ઈચ્છે, તો પણ તેમની પાસેથી આ મુક્તિદંડ કબૂલ કરવામાં નહીં આવે. અને તેમને દુઃખદાયી અઝાબ થશે. info
التفاسير: