Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo ngoo e haala Gujarati - Rabila Al-Umry.

Tonngoode hello ngoo:close

external-link copy
29 : 46

وَاِذْ صَرَفْنَاۤ اِلَیْكَ نَفَرًا مِّنَ الْجِنِّ یَسْتَمِعُوْنَ الْقُرْاٰنَ ۚ— فَلَمَّا حَضَرُوْهُ قَالُوْۤا اَنْصِتُوْا ۚ— فَلَمَّا قُضِیَ وَلَّوْا اِلٰی قَوْمِهِمْ مُّنْذِرِیْنَ ۟

૨૯. (અને હે પયગંબર તે કિસ્સો યાદ કરો) જ્યારે અમે જિન્નોના એક જૂથને તમારી તરફ લઈ આવ્યા, જેઓ કુરઆન સાંભળી રહ્યા હતા, બસ! જ્યારે (પયગંબરની) પાસે પહોંચી ગયા તો (એક-બીજાને) કહેવા લાગ્યા, શાંત થઇ જાવ, પછી જ્યારે કુરઆનની તિલાવત થઇ ગઈ તો તેઓ સચેત કરનારા બની પોતાની કોમ તરફ પાછા ફર્યા. info
التفاسير:

external-link copy
30 : 46

قَالُوْا یٰقَوْمَنَاۤ اِنَّا سَمِعْنَا كِتٰبًا اُنْزِلَ مِنْ بَعْدِ مُوْسٰی مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ یَهْدِیْۤ اِلَی الْحَقِّ وَاِلٰی طَرِیْقٍ مُّسْتَقِیْمٍ ۟

૩૦. કહેવા લાગ્યા કે હે અમારી કોમ! અમે ખરેખર તે કિતાબ સાંભળી છે, જે મૂસા પછી ઉતારવામાં આવી છે, જે પોતાના પહેલા ગ્રંથોની પુષ્ટી કરવાવાળી છે, જે સાચા ધર્મનું અને સાચા માર્ગનું સૂચન કરે છે. info
التفاسير:

external-link copy
31 : 46

یٰقَوْمَنَاۤ اَجِیْبُوْا دَاعِیَ اللّٰهِ وَاٰمِنُوْا بِهٖ یَغْفِرْ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَیُجِرْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ ۟

૩૧. હે અમારી કોમ! અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત માનો, તેના પર ઇમાન લાવો, તો અલ્લાહ તમારા ગુનાહને માફ કરી દેશે અને તમને દૂ:ખદાયી અઝાબથી બચાવશે. info
التفاسير:

external-link copy
32 : 46

وَمَنْ لَّا یُجِبْ دَاعِیَ اللّٰهِ فَلَیْسَ بِمُعْجِزٍ فِی الْاَرْضِ وَلَیْسَ لَهٗ مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءُ ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

૩૨. અને જે વ્યક્તિ અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત નહી માને, બસ! તે ધરતી પર ક્યાંય (ભાગીને અલ્લાહને) અસક્ષમ નહીં કરી શકે અને ન અલ્લાહ સિવાય કોઇ તેઓના મદદ કરવાવાળા હશે. (જેઓ તેમને અલ્લાહના અઝાબથી બચાવી લે) આ લોકો જ ખુલ્લા ગેરમાર્ગે છે. info
التفاسير:

external-link copy
33 : 46

اَوَلَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَلَمْ یَعْیَ بِخَلْقِهِنَّ بِقٰدِرٍ عَلٰۤی اَنْ یُّحْیِ الْمَوْتٰی ؕ— بَلٰۤی اِنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૩૩. શું તેઓ જોયું નથી કે અલ્લાહએ આકાશો અને ધરતીઓનું સર્જન કર્યુ અને તેઓના સર્જન કરવાથી તે ન થાકયો, શું તે મૃતકોને જીવિત કરવા પર શક્તિ ધરાવે છે? કેમ નહી તે તો દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
34 : 46

وَیَوْمَ یُعْرَضُ الَّذِیْنَ كَفَرُوْا عَلَی النَّارِ ؕ— اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ— قَالُوْا بَلٰی وَرَبِّنَا ؕ— قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟

૩૪. જે દિવસે કાફીરોને જહન્નમ સામે લાવવામાં આવશે (અને તેમને પૂછવામાં આવશે કે) શું આ (જહન્નમ) સત્ય નથી? તેઓ જવાબ આપશે કે હાં, સોગંદ છે અમારા પાલનહારના, આ (સત્ય છે). અલ્લાહ કહેશે હવે પોતાના ઇન્કારના બદલામાં અઝાબનો મજા ચાખો. info
التفاسير:

external-link copy
35 : 46

فَاصْبِرْ كَمَا صَبَرَ اُولُوا الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِلْ لَّهُمْ ؕ— كَاَنَّهُمْ یَوْمَ یَرَوْنَ مَا یُوْعَدُوْنَ ۙ— لَمْ یَلْبَثُوْۤا اِلَّا سَاعَةً مِّنْ نَّهَارٍ ؕ— بَلٰغٌ ۚ— فَهَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الْفٰسِقُوْنَ ۟۠

૩૫. બસ! (હે પયગંબર) તમે એવું ધૈર્ય રાખો જેવું ધૈર્ય હિમ્મતવાળા પયગંબરો રાખ્યું અને તેઓ માટે જલ્દી ન કરો, આ (લોકો) જે દિવસે તે (અઝાબ) ને જોઇ લેશે, જેનું વચન કરવામાં આવી રહ્યું છે, તો (એવું લાગશે કે) દિવસની એક ક્ષણ જ (દૂનિયામાં) રહ્યા હતા, આદેશ આપી દેવામાં આવ્યો છે, બસ! અવજ્ઞાકારી સિવાય કોઇ નષ્ટ કરવામાં નહી આવે. info
التفاسير: