আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী

અત્ તૌબા

external-link copy
1 : 9

بَرَآءَةٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَی الَّذِیْنَ عٰهَدْتُّمْ مِّنَ الْمُشْرِكِیْنَ ۟ؕ

૧. જે મુશરિકો સાથે તમે કરાર કર્યો છે, હવે અલ્લાહ અને તેના રસૂલ આ પ્રમાણેના કરારથી બેજાર હોવાની (ઘોષણા) કરે છે. info
التفاسير:

external-link copy
2 : 9

فَسِیْحُوْا فِی الْاَرْضِ اَرْبَعَةَ اَشْهُرٍ وَّاعْلَمُوْۤا اَنَّكُمْ غَیْرُ مُعْجِزِی اللّٰهِ ۙ— وَاَنَّ اللّٰهَ مُخْزِی الْكٰفِرِیْنَ ۟

૨. અને (હે મુશરિકો!) તમે શહેરમાં ચાર મહિના સુધી હરી-ફરી લો, જાણી લો કે તમે અલ્લાહને લાચાર નથી કરી શકતા, અને એ (પણ યાદ રાખો) કે અલ્લાહ કાફિરોને અપમાનિત કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
3 : 9

وَاَذَانٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَی النَّاسِ یَوْمَ الْحَجِّ الْاَكْبَرِ اَنَّ اللّٰهَ بَرِیْٓءٌ مِّنَ الْمُشْرِكِیْنَ ۙ۬— وَرَسُوْلُهٗ ؕ— فَاِنْ تُبْتُمْ فَهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَاِنْ تَوَلَّیْتُمْ فَاعْلَمُوْۤا اَنَّكُمْ غَیْرُ مُعْجِزِی اللّٰهِ ؕ— وَبَشِّرِ الَّذِیْنَ كَفَرُوْا بِعَذَابٍ اَلِیْمٍ ۟ۙ

૩. અલ્લાહ અને તેના પયગંબર તરફથી લોકોને પવિત્ર હજ્જના દિવસે સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવે છે કે અલ્લાહ મુશરિકોથી બેજાર છે અને તેના પયગંબર પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે ઉત્તમ છે અને જો તમે અવગણના કરો તો જાણી લો કે તમે અલ્લાહને હરાવી નથી શકતા અને (હે નબી) તે કાફિરોને દુઃખદાયી અઝાબની ખુશખબરી આપી દો. info
التفاسير:

external-link copy
4 : 9

اِلَّا الَّذِیْنَ عٰهَدْتُّمْ مِّنَ الْمُشْرِكِیْنَ ثُمَّ لَمْ یَنْقُصُوْكُمْ شَیْـًٔا وَّلَمْ یُظَاهِرُوْا عَلَیْكُمْ اَحَدًا فَاَتِمُّوْۤا اِلَیْهِمْ عَهْدَهُمْ اِلٰی مُدَّتِهِمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَّقِیْنَ ۟

૪. હા, જે મુશરિકો સાથે તમે કરાર કર્યો હોય અને તેઓએ તે કરાર નિભાવવામાં સહેજ પણ પાછા ન ફર્યા હોય તેમજ ન તો તેઓએ તમારા વિરુદ્ધ કોઈની મદદ કરી હોય, તો તેમની સાથે નક્કી કરેલ સમય સુધી તેમનો કરાર પૂરો કરો, કારણકે અલ્લાહ પરહેજગારોને પસંદ કરે છે. info
التفاسير:

external-link copy
5 : 9

فَاِذَا انْسَلَخَ الْاَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِیْنَ حَیْثُ وَجَدْتُّمُوْهُمْ وَخُذُوْهُمْ وَاحْصُرُوْهُمْ وَاقْعُدُوْا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ— فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَخَلُّوْا سَبِیْلَهُمْ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૫. હુરમતના ચાર મહિના પસાર થઈ જાય તો મુશરિકોને જ્યાં જુઓ ત્યાં કતલ કરી દો, તેમને પકડી લો, તેમને કેદી બનાવી લો, અને દરેક ઘાટીઓમાં તેમની રાહ જોતા બેસી જાઓ, પછી જો તેઓ તૌબા કરી લે, નમાઝ કાયમ કરી લે, અને ઝકાત આપવા લાગે તો તેમનો માર્ગ છોડી દો, (કારણકે) અલ્લાહ માફ કરનાર અને અત્યંત રહમ કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
6 : 9

وَاِنْ اَحَدٌ مِّنَ الْمُشْرِكِیْنَ اسْتَجَارَكَ فَاَجِرْهُ حَتّٰی یَسْمَعَ كَلٰمَ اللّٰهِ ثُمَّ اَبْلِغْهُ مَاْمَنَهٗ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَعْلَمُوْنَ ۟۠

૬. જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે, પછી તે વ્યક્તિને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તેઓ જ્ઞાન નથી ધરાવતા. info
التفاسير: