আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী

পৃষ্ঠা নং:close

external-link copy
24 : 4

وَّالْمُحْصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ۚ— كِتٰبَ اللّٰهِ عَلَیْكُمْ ۚ— وَاُحِلَّ لَكُمْ مَّا وَرَآءَ ذٰلِكُمْ اَنْ تَبْتَغُوْا بِاَمْوَالِكُمْ مُّحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَ ؕ— فَمَا اسْتَمْتَعْتُمْ بِهٖ مِنْهُنَّ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ فَرِیْضَةً ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا تَرٰضَیْتُمْ بِهٖ مِنْ بَعْدِ الْفَرِیْضَةِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟

૨૪. અને (હરામ કરવામાં આવી છે) તે સ્ત્રીઓ, જેમના પતિઓ હોય પરંતુ જે બાંદીઓ તમારી માલિકી હેઠળ આવી જાય, અલ્લાહ તઆલાએ આ આદેશો તમારા પર જરૂરી કરી દીધા છે, ઉપરોક્ત વર્ણવેલ સ્ત્રીઓ વગર બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી કે પોતાના માલની મહેર આપી તમે તેણીઓ સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવાનો હેતુ ન હોવો જોઈએ, તમે જેણીઓથી ફાયદો ઉઠાવો તેણીઓને નક્કી કરેલ મહેર આપી દો, અને મહેર નક્કી થઇ ગયા પછી તમે એકબીજાની ખુશીથી જે નક્કી કરી લો તો તમારા પર કોઇ ગુનોહ નથી, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
25 : 4

وَمَنْ لَّمْ یَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ یَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ فَتَیٰتِكُمُ الْمُؤْمِنٰتِ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِكُمْ ؕ— بَعْضُكُمْ مِّنْ بَعْضٍ ۚ— فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَیْرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخْدَانٍ ۚ— فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ اَتَیْنَ بِفَاحِشَةٍ فَعَلَیْهِنَّ نِصْفُ مَا عَلَی الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِ ؕ— ذٰلِكَ لِمَنْ خَشِیَ الْعَنَتَ مِنْكُمْ ؕ— وَاَنْ تَصْبِرُوْا خَیْرٌ لَّكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

૨૫. અને તમારા માંથી કોઇ સ્વતંત્ર મુસલમાન સ્ત્રી સાથે લગ્ન કરવાની સુવિધા અને તાકાત ન ધરાવતો હોય, તો તે મુસલમાન બાંદી સાથે લગ્ન કરી લે, જે તમારી માલિકી હેઠળ હોય, અને અલ્લાહ તમારા ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો છે, (કોઈ સ્ત્રી આઝાદ હોય કે બાંદી સૌ) એક જ જાતિની છે, એટલા માટે તેણીઓના માલિકોની પરવાનગી લઇ તેણીઓ સાથે લગ્ન કરી શકો છો, અને નિયમ પ્રમાણે તેણીઓને મહેર આપી દો, જેથી તે લગ્નના બંધનમાં આવી જાય, જેથી અશ્લીલ કાર્ય કરવાથી અને છુપી રીતે કૃત્ય કરવાથી પણ બચી જાય લગ્ન કર્યા પછી જો તેણીઓ અશ્લિલ કાર્ય કરી લેતો તો તેણીઓની સજા આઝાદ સ્ત્રી કરતા અડધી સજા છે. આ છૂટ તમારા માંથી તે વ્યક્તિ માટે છે, જે વ્યભિચારનો ગુનાહ કરવાથી ડરતો હોય અને તમે સૌ સબર અને ધીરજથી કામ લો તો અલ્લાહ ઘણો જ માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે. info
التفاسير:

external-link copy
26 : 4

یُرِیْدُ اللّٰهُ لِیُبَیِّنَ لَكُمْ وَیَهْدِیَكُمْ سُنَنَ الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ وَیَتُوْبَ عَلَیْكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

૨૬. અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારા માટે (આદેશો) સ્પષ્ટ રીતે વર્ણન કરે અને તમને તમારાથી પહેલાના (સદાચારી) લોકોના માર્ગ પર ચલાવે અને તમારી તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે. info
التفاسير: