আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী

পৃষ্ঠা নং:close

external-link copy
19 : 35

وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۟ۙ

૧૯. અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી. info
التفاسير:

external-link copy
20 : 35

وَلَا الظُّلُمٰتُ وَلَا النُّوْرُ ۟ۙ

૨૦. અને ન તો અંધકાર તથા પ્રકાશ, info
التفاسير:

external-link copy
21 : 35

وَلَا الظِّلُّ وَلَا الْحَرُوْرُ ۟ۚ

૨૧. અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી). info
التفاسير:

external-link copy
22 : 35

وَمَا یَسْتَوِی الْاَحْیَآءُ وَلَا الْاَمْوَاتُ ؕ— اِنَّ اللّٰهَ یُسْمِعُ مَنْ یَّشَآءُ ۚ— وَمَاۤ اَنْتَ بِمُسْمِعٍ مَّنْ فِی الْقُبُوْرِ ۟

૨૨. અને જીવિત તથા મૃતક સરખા નથી હોઇ શકતા. અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, સંભળાવે છે અને તમે તે લોકોને સંભળાવી નથી શકતા, જેઓ કબરમાં છે. info
التفاسير:

external-link copy
23 : 35

اِنْ اَنْتَ اِلَّا نَذِیْرٌ ۟

૨૩. તમે ફક્ત સચેત કરનાર છો. info
التفاسير:

external-link copy
24 : 35

اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّنَذِیْرًا ؕ— وَاِنْ مِّنْ اُمَّةٍ اِلَّا خَلَا فِیْهَا نَذِیْرٌ ۟

૨૪. અમે જ તમને સત્ય આપી, ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા છે. અને કોઇ કોમ એવી નથી, જેમાં કોઇ સચેત કરનાર ન આવ્યો હોય. info
التفاسير:

external-link copy
25 : 35

وَاِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۚ— جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ وَبِالزُّبُرِ وَبِالْكِتٰبِ الْمُنِیْرِ ۟

૨૫. અને જો આ લોકો તમને જુઠલાવે તો જે લોકો પહેલા હતા, તે લોકો પણ જુઠલાવી ચુક્યા છે અને તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા તથા ગ્રંથો અને પ્રકાશિત કિતાબ લઇ આવ્યા હતા. info
التفاسير:

external-link copy
26 : 35

ثُمَّ اَخَذْتُ الَّذِیْنَ كَفَرُوْا فَكَیْفَ كَانَ نَكِیْرِ ۟۠

૨૬. પછી જે લોકોએ કુફ્ર કર્યું, તેમને મેં પકડી લીધા, તો જોઈ લો મારી પકડ કેટલી સખત છે. info
التفاسير:

external-link copy
27 : 35

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ— فَاَخْرَجْنَا بِهٖ ثَمَرٰتٍ مُّخْتَلِفًا اَلْوَانُهَا ؕ— وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِیْضٌ وَّحُمْرٌ مُّخْتَلِفٌ اَلْوَانُهَا وَغَرَابِیْبُ سُوْدٌ ۟

૨૭. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ આકાશ માંથી પાણી વરસાવે છે, પછી અમે તેના વડે અલગ-અલગ પ્રકારના ફળો ઊપજાવીએ છીએ અને પર્વતોમાં પણ એવા ટુકડા છે, જે સફેદ, લાલ અને કાળા રંગના અલગ-અલગ હોય છે. info
التفاسير:

external-link copy
28 : 35

وَمِنَ النَّاسِ وَالدَّوَآبِّ وَالْاَنْعَامِ مُخْتَلِفٌ اَلْوَانُهٗ كَذٰلِكَ ؕ— اِنَّمَا یَخْشَی اللّٰهَ مِنْ عِبَادِهِ الْعُلَمٰٓؤُا ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ غَفُوْرٌ ۟

૨૮. અને એવી જ રીતે માનવીઓ તથા જાનવર અને ઢોરોના પણ રંગ અલગ-અલગ છે, અલ્લાહથી તેના તે જ બંદાઓ ડરે છે જેઓ જ્ઞાન ધરાવે છે, નિ:શંક અલ્લાહ તઆલા જબરદસ્ત, મોટો માફ કરનાર છે. info
التفاسير:

external-link copy
29 : 35

اِنَّ الَّذِیْنَ یَتْلُوْنَ كِتٰبَ اللّٰهِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِیَةً یَّرْجُوْنَ تِجَارَةً لَّنْ تَبُوْرَ ۟ۙ

૨૯. જે લોકો અલ્લાહની કિતાબનું વાંચન કરે છે અને નમાઝ કાયમ પઢે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ખર્ચ કરે છે, તે એવા વેપારના ઉમ્મેદવાર છે, જે ક્યારેય નુકસાનમાં નહીં હોય. info
التفاسير:

external-link copy
30 : 35

لِیُوَفِّیَهُمْ اُجُوْرَهُمْ وَیَزِیْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ— اِنَّهٗ غَفُوْرٌ شَكُوْرٌ ۟

૩૦. જેથી તેમને તેમનું વળતર પુરું આપે અને તેમને પોતાની કૃપાથી વધું આપે, નિ:શંક તે માફ કરનાર, કદર કરનાર છે. info
التفاسير: